નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામા ગત મળી રાત્રે ભારે ગાજવીજ સાથે વાવાઝોડું

તિલકવાડા, (નર્મદા) આશિક પઠાણ :-

તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામે તાળના ઝાડ ઉપર વીજળી પડી તાડ નો ઝાડ ભષ્મીભૂત

નળ ગામમાં વીજળી પડતા ખેડૂતના કપાસ ના ખેતીના પાક બળીને ભસ્મીભૂત થયા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ગદરોજ મોડી રાત્રિના લગભગ ત્રણેક વાગ્યાના સમારે ભારે ગાજવીજ અને વાવાઝોડું સુકાતા લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો હતો મોડી રાત્રિના વાવાઝોડું ફૂંકાયું હતું અને ગાજવીજ થતા એક તાળ નો ઝાડ ભસ્મીભુત થયો હતો અને એક ખેતર માં કપાસ ના પાક પણ બળી ગયા હતા.

તિલકવાડા તાલુકામાં ગતરોજ મોડી રાત્રિના ગંભીરપુરા ગામમાં તાડના ઝાડ ઉપર વીજળી પડી હતી જેથી તાડનો ઝાડ બળીને ભસ્મીભૂત થયો હતો. આ ઉપરાંત તિલકવાડા તાલુકાના નળગામ માં રહેતા મકસુદભાઈ રાઠોડ નામના ખેડૂતના ખેતરમાં વીજળી પડતા તેમનો કપાસનો પાક બળીને ભસ્મીભૂત થયું હતું , અને તિલકવાડા તાલુકામાં આવેલા ઉતાવળી અને માંગુ ગામમાં પણ વીજળીના પોલ ભારે વાવાઝોડા નો ભોગ બન્યા હતા અને જમીન ઉપર ધરાશાયી થયા હતા, ભેંસોના એક તબેલા ઉપર ભારે પવન ફૂંકાતા ઍક ઝાડ પડતા તબેલા ને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here