શહેરા:ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરી પાછળ એક ખેતરમાં અજગર નજરે ચડ્યો

ઇમરાન પઠાણ, શહેરા

શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરી પાછળ એક ખેતરમાં અજગર નજરે ચડતા સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા 7 થી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી સામલી બેટીયાંના જંગલમાં છોડી મુકાયો

મંગળવારે રાત્રિના નવ વાગ્યાના સુમારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરી પાછળના એક ખેતરમાં અજગર નીકળ્યો હોવાની વાતો સાંભળી સ્થાનિક લોકો અજગરને નિહાળવા દોડી ગયા હતા લોકોને અજગર નજરે ચડતા શહેરા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગની ટીમ ખાંડીયા દાણ ફેક્ટરી પાસે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી તેની લંબાઈ  માનવામાં આવતા 7 થી 8 ફૂટ જેટલો લાંબા અજગરને ફોરેસ્ટ વિભાગની ટીમે શામલી બેટીયાંના જંગલમાં અજગરને છોડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here