નર્મદા જિલ્લા પોલીસે નિવાલદા મિશન ચોકડી ખાતેથી ભેંસ અને પાડા ભરેલી એકસાથે ચાર-ચાર ટ્રકો ઝડપી પાડી

ભરુચથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પશુઓ સપ્લાય કરતા ચાર ટ્રક ચાલકોને ઝડપી 27.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચારેય ટ્રકોમાં 36 ભેંસો અને 16 પાડા ઠાસોઠાસ ભરેલા ઝડપી પોલીસે એનિમલ કૃઅલ્ટી એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જ આવેલ હોય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બેફામ પણે બનતી હોય છે. તેમાંય વિદેશી દારૂની હેરાફેરી અને પશુઓની હેરાફેરી મુખ્ય છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડી વાય એસ પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા પોલીસ મથક ના PSI એ. આર. ડામોર અને સાગબારા પોલીસ મથકના PSI જી. કે. વસાવાનાઓએ સંયુકત ઓપરેશનમાં ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતા પશુઓ ભરેલી એકસાથે ચાર ચાર ટ્રકો ઝડપી પાડી હતી.

નર્મદા જિલ્લા પોલીસે નિવાલદા મિશન ચોકડી ખાતેથી ભેંસ અને પાડા ભરેલી એકસાથે ચાર-ચાર ટ્રકો ઝડપી પાડી તેની તસ્વીર

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ અને સાગબારા પોલીસે પોલીસ વડાની સુચનાથી પોતાના સ્ટાફના જવાનો સાથે સંયુકત વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં નિવાલદા મિશન ચોકડી ખાતેથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરતા ભેંસો અને પાડા ભરેલી એકસાથે ચાર ચાર ટ્રકોને ઝડપી તેમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા પશુઓ જેમાં 36 ભેંસો અને 16 પાડા ઠાસોઠાસ ભરેલા ઝડપી પાડયા હતા.

પોલીસે આ મામલે તપાસ કરતા આ ભેંસો ભરુચ ખાતેથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે સપ્લાય થતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ટ્રક ડ્રાઇવરો 1) બાબુભાઈ ચંદુભાઇ તડવી રહે.મકતમપુર જીલ્લા પંચાયત કોલોની ભરુચ ટ્રક નંબર GJ 16W 9886 ( 2) દાઉદવલી ઈસમાઇલ કોન્ટ્રાકટર રહે. અઘરામાં તા. વાગરા ટ્રક નંબર GJ 1 16W 9986 (3) યુસુફ મહંમદ પટેલ રહે બ્રધરપાર્ક સોસાયટી શેરપુરા ભરુચ ટ્રક નંબર GJ 16Z 4744 ( 4) રહીમબેગ સમશેરબેગ મીર્ઝા રહે બ્રધરપાર્ક સોસાયટી ભરુચ ટ્રક નંબર GJ 16 X 9494 નાઓને ઝડપી પાડયા હતા અને પોલીસે ભેંસો 36 કિંમત રુપિયા 7 લાખ, પાડા નંગ 16 કિંમત રુપિયા 80 હજાર, ટ્રક નંગ 4 કિંમત રુપિયા 20 લાખ મળી કુલ રુપિયા 27,80,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ સામે એનિમલ કૃઅલ્ટીએકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ભેંસો અને પાડાના વેપલા સાથે સંકળાયેલા અસામાજિક તત્વો કોણ છે તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here