કાલોલ શહેરમાં હાઉસિંગ સોસાયટીમાં કોરોનાના વધુ બે કેસ આવતા ફફડાટ ફેલાયો

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરમાં સોમવારે રાત્રે જગદીશ ચંદ્ર નવનીતલાલ ગાંધી ઉ. વ. ૫૬ નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે ત્યારબાદ મંગળવારના રોજ બપોરે સુનિલભાઈ લક્ષ્મણસિંહ ચાવડા ઉ. વ. ૫૯ નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એક જ દિવસના અંતરે વધુ બે કેસો બહાર આવતા હાઉસિંગ સોસાયટી સહિત કાલોલ નગરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે કાલોલ નગરમાં કુલ કેસોની સંખ્યા ૪૭ ની થયેલ છે. કલોલ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય ટીમ દ્વારા હાઉસિંગ સોસાયટીમાં નવા કેસ આવેલા તે સંદર્ભે તે વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સર્વે કર્યો હતો.

બીજી તરફ કાલોલના આશિયાના સોસાયટીમાં રહેતા હલીમાંબીબી ઉમર શેખ ઉ.વર્ષ ૫૫ કેટલાક દિવસથી તાવમાં પટકાયા હતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ફરક નહીં પડતા તેમણે ગોધરા હોસ્પિટલમાં સેમ્પલ આપતા દસ દિવસ અગાઉ તેમના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી. જે અંતર્ગત તેમને કોરોના સાર‌વાર અર્થે ગોધરા શહેરના મધ્યમાં આવેલી મસ્જિદ એ આદમ જયાં ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ સેન્ટર ખોલવામાં આવ્યું છે જયાં દસ દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલા હલીમાબીબી ઉમર શેખે કોરોનાને માત આપી ઘરે પરત ફરતા સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકો તેમજ ઘરના સભ્યોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

કાલોલના આશિયાના સોસાયટીમાં રહેતા મહિલા કોરોના ને મહાત આપી પરત આવ્યા તે પ્રસંગની તસ્વીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here