કાલોલ તાલુકાના જેલી ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી દ્વારા આવાસ મંજુર કરાવવા નામે નાણાં ચાઉ કરવાની રાવ

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના જેલી ગ્રામ પંચાયત હસ્તકની જેલી ગામમાં ફરજ બજાવતા તત્કાલિન તલાટી કમ મંત્રી કાજી દ્વારા ઓનલાઇન આવાસો મંજૂર કરાવી આપવાના નામે ગ્રામજનો પાસેથી અલગ અલગ રીતે રૂ.૧,૦૦૦/- રૂ.૧૫૦૦/- અને રૂ.૨,૫૦૦/- જેવી રકમ ઉઘરાવી લઈ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચી નાખી લાભાર્થીઓને કોઈ લાભ નથી અપાવી ભોળા અને નિર્દોષ ગ્રામીણ લાભાર્થીઓ પાસેથી રૂપિયા ૫૦ હજાર જેવી રકમ ઉઘરાવીને હાથ અધ્ધર કરી દેતા તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોએ બાયો ચડાવી જિલ્લા કલેકટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે અરજીમાં જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી રૂબરૂમાં મળતા ગ્રામજનો દ્વારા પૈસાની માગણી કરતા આપી દઈશ તેવા વાયદા કરે છે લાભાર્થીની નવી યાદી મુજબ વ્હાલા દવલા અને સરપંચના સગા વ્હાલાઓને આવાસના લાબો મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જરૂરિયાત મંદ લોકોને સરકારી આવાસ નો કોઈ લાભ મળતો નથી કાચી તલાટી હાલમાં શામળદેવી ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હોવાથી અને ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હોવાથી ગ્રામજનોના ખોટી રીતે ઉઘરાવી લીધેલા નાણાં પરત મેળવવા માટે ૧૯ જેટલા ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે.

મારી પાસેથી આવાસના પંદરસો અને ઢોરો માટેના કોઢના એક હજાર એમ મળી રૂ. ૨૫૦૦/- રૂપિયા કાજી તલાટીએ લીધા છે અમારા ગામના વોર્ડ નંબર 6, 7 અને 8 માં ઘણા બધા લોકો પાસેથી પૈસા ઉઘરાવી લીધા છે.

નરવતભાઈ મથુર ભાઈ સોલંકી જેલી ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર છ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here