પંચમહાલ જિલ્લામાં નવા ૨૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, કોરોના સંક્રમણના કુલ કેસનો આંક ૪૦૩એ પહોંચ્યો

કુલ ૨૫૮ દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા અપાઈ હાલની સ્થિતિએ ૧૧૪ સક્રિય કેસો

ગોધરા, તા.25/07/2020

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૮ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૪૦૩ થવા પામી છે. નવા મળી આવેલા ૨૮ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૨ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૬ કેસ મળી આવ્યા છે. હાલોલ શહેરમાં ૬, કાલોલમાં ૮ અને ગોધરામાં ૮ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૨, કાલોલ ગ્રામ્યમાંથી ૩ અને શહેરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૫૮ દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૧૪ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં હજી સુધી ૩૩૫ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૮ કેસો નોંધાયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૮,૪૦૫ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૫,૧૦૫ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૩૩૦૦ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૯૨૫૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. ૩૬ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here