પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

ગોધરા(પંચમહાલ),ઇશહાક રાંટા

પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટરશ્રીએ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડની કામગીરી, બેઠક અને કેસોની સંખ્યા વિશે માહિતી મેળવી હતી. તેમણે સમિતિ દ્વારા કરવામાં આવતા કાઉન્સેલિંગના પરિણામનો અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. પાલક માતા-પિતા યોજનાના અસરકારક અમલ માટે જિલ્લાના ચોક્કસ વર્ગ/૧ અધિકારીઓને લાભાર્થી બાળકના ઘરની રૂબરૂ મુલાકાત લઈ લાભ ચોક્કસપણે મળે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત ૯૯૮ બાળકોને લાભ આપવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં બાળ મજૂરી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ મળેલ એવોર્ડ માટે ટીમની કામગીરીની સરાહના કરી હતી. સમાહર્તાશ્રીએ જિલ્લામાંથી મળી આવેલ બાળકોની ઓળખ, તેમની પુનઃસ્થાપના, તેમના વાલીઓ સાથે મેળાપ માટે કરવામાં આવેલા પ્રયાસો અને પરિણામ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાં સલામતીની પુરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ થયેલા રજીસ્ટ્રેશન થયેલ સંસ્થાઓની અને બાળકો વિશે માહિતી મેળવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, પોલીસ વડા ડો. લીના પાટીલ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here