પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારોની કુલ સંખ્યા ૨૨૩ થઈ

ગોધરા(પંચમહાલ)
ઇસ્હાક રાંટા

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકાના જ્યોતિનગરના ૯ મકાનોના ૧૨ની વસતી, જવાહરનગરના ૧૨ મકાનોના ૪૭ની વસ્તી, ધારાનગરના ૦૬ મકાનોના ૧૮ની વસ્તી, સ્ટેશનરોડ વિસ્તારના ગોકુળધામના ૦૬ મકાનોના ૧૯ની વસ્તી, બારોટ ફળીયાના ૦૫ મકાનોના ૨૩ની વસ્તી, વૈશાલી-બી સોસાયટીના ૦૯ મકાનોના ૨૨ની વસ્તી, હાલોલ તાલુકાના કણજરી ગામમાં સમાવિષ્ટ કાછીયાવાડના ૫ મકાનોના ૨૮ની વસ્તી અને શહેરા તાલુકાના ધમાઈ ગામમાં ટેકરાવાળું ફળિયુંના ૪ મકાનોના ૦૮ની વસ્તી તેમજ શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સ્વામિનારાયણ મંદિરના ૦૯ મકાનોના ૪૩ની વસ્તી ધરાવતા વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here