કાલોલ : ગતરોજ ૧૭૭ પરપ્રાંતીયો યુપી જવા નીકળેલા પરંતુ ટ્રેન રદ થતા આજે થશે રવાના… “સ્થાનીક લોકોએ જમવાની વ્યવસ્થા કરી”

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકામાં વસવાટ કરતા ૧૭૭ પરપ્રાંતિયો અટવાઈ જતા તેઓ માટે જમવાની વ્યવસ્થા કાલોલ પ્રધાનમંત્રી જનકલ્યાણ સમિતિના કાર્યકરોએ કરી…

પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનિયાના ખ્યાતનામ એવા ચીન, ઇટલી, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોની દશા દુર્દશા બની ગઈ છે અને ભારતમાં હવે ધીરે-ધીરે કોરોનાનો પ્રકોપ વધતો જાય છે દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે માટે દેશ ભરમાં પ્રસરાઈ રહેલ કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લોકડાઉનને ત્રીજા તબક્કામાં વધારી દેવામાં આવ્યો છે જેથી અમલમાં મૂકેલા લોકડાઉનને પગલે સમગ્ર ગુજરાત સહીત કાલોલ તાલુકામાં ઈંટોના ભઠ્ઠાઓ સહિત વિવિધ કામ કરવા માટે આવેલા અનેક પરપ્રાંતીયો શ્રમજીવીઓ પણ ફસાયેલા હતા. જે અંગે પાછલા અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા પર પ્રાંતિયોને તેમના વતનમાં મોકલી આપવાની જાહેરાત કરવામાં આવતા કાલોલ તંત્ર દ્વારા વતન જવા માંગતા પર પ્રાંતિયોની નોંધણી કરાવવામાં આવી હતી. જે નોંઘણી અને જિલ્લા તંત્રની વ્યવસ્થા મુજબ સોમવારે સાંજે ૩૬૬ શ્રમજીવીઓને ગોધરા મોકલી આપેલ ત્યાંથી તેઓ ટ્રેન મારફતે રવાના થયા હતા પણ મંગળવારે ટ્રેન રદ્દ થવાથી ૧૭૭ પરપ્રાંતીયો કાલોલમાં જ રોકાઈ ગયા હતા જ્યાં પ્રધાનમંત્રી જનકલ્યાણ સમિતિ દ્વારા મંગળવારે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા બુધવારે સવારે બિસ્કિટના પેકેટ પણ જનકલ્યાણ સમિતી દ્વારા આપવામાં આવ્યા હતા, જ્યારે મામલતદાર કચેરી દ્વારા ભોજનની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત બુધવારે તેઓને ગોધરા ખાતે મુકવા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં તેઓને ફુડપેકેટ અને પાણીની બોટલ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત કાલોલની કોલેજ પાસેની સોસાયટીમાં આયુર્વેદિક ઉકાળાનુ અને હોમીઓપેથી દવાનું વિતરણ પણ જનકલ્યાણ સમિતી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here