હાલોલ રૂરલ પો.સ્ટે. તથા પાવાગઢ પો.સ્ટે. ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા કુલ – ર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , પાવાગઢ પો.સ્ટે . ગુ.ર.નં. ૩૪૯/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એ , ૬૫ ઇ , ૮૧,૯૮ ( ૨ ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી કીરણભાઈ મનીયાભાઇ રાઠવા રહે . ગુડા તા.જી. છોટાઉદેપુર તથા હાલોલ રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ૨૪૬/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ ( એ ) , ૬૫ ( ઇ ) , ૧૧૬ બી , ૮૧,૮૩,૯૮ ( ૨ ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનભાઈ ધાનકાભાઈ રાઠવા રહે . કટારવાટ તા.જી. છોટાઉદેપુર નાઓ હાલમાં ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સદરી બંને આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાવાગઢ પોલીસ સ્ટેશન તથા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે . લોકલ ક્રાઇમ બ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ) કીરણભાઇ મનીયાભાઈ રાઠવા અર્જુનભાઇ ધાનકાભાઇ રાઠવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here