હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આવેલ રામ રહીમ પાર્ક સોસાયટીના અર્શ કોમ્પ્લેક્સમાં સવારના 6 કલાકના સુમારે મોબાઈલ તસ્કારો ત્રાટક્યા

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

તા.15/02/2022 ના રોજ હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે આવેલ રામ રહીમ પાર્ક સોસાયટી ના અર્શ કોમ્પ્લેક્સ માં સવારના 6 કલાકના સુમારે મોબાઈલ તસ્કારો ત્રાટક્યા હતા અને અંદાજે 60000 ની મત્તા ના 4 મોબાઈલ ની ઉઠાંતરી કરી હતી અને પાકીટ પણ લઈ ગયા હતા જેમાં 3000 રોકડા તેમજ A.T.M, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, તેમજ જરૂરી દસ્તાવેજ પણ હતા જે ચોરી કરી ફરાર થયા ચૂક્યા હતા. સિટીજન પોર્ટલ ગુજરાત પોલીસ ના પોર્ટલ ઉપર મોબાઈલ મિસિંગ ની ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી છે…

દારૂ પીનારાઓ અને જુગાર ની લતે ચડેલા જુગારીયાઓ આવા હલકા પ્રકાર ના કૃત્ય કરતા હોય છે અને અવાર નવાર કોઈક ને કોઈક ને ભોગ બનાવતા હોય છે જેના થી બાસ્કા ખાતે રહેતા પર પ્રાંતીઓ તેઓ થી હેરાન પરેશાન થઈ ને ના છૂટકે અન્ય ગામ માં સ્થળાંતર કરવા મજબૂર થઈ જતાં હોય છે અને જેની સીધે સીધી અસર બાસ્કા ના બજાર પર પડતી હોય છે લોકો બાસ્કા ખાતે ખરીદી કરવા ના પ્રશ્ન ને ટાળતા હોય છે.
તો આવા ચોર લૂંટારાઓ અને હાથ મારુઓ કે બાસ્કા ના હોય કે આજુ બાજુ ના ગામડિયો હોય તેઓને બાણ માં આવતા જ હાલોલ રૂરલ પોલીસ તેઓની સારી ખતિરદારી કરે અને તેઓને મેથીપાક ચખવે જેથી બાસ્કાં અને આસપાસના ગામડા જેવું કે પનેલાવ,વાસેતી, આનંદપૂરા, વિટોજ,જીતપુરા,મુવાડી કે જ્યાં જ્યાં પરપ્રાંતીયો વસેલા છે તેઓને રાહત નો શ્વાસ મળે અને બાસ્કા જેવા મેઈન બજાર પર તેની ખરાબ અસર પડતી હોય છે જેથી આવા લૂંટારાઓ, દારૂડિયા ઓ અને જુગરીયાઓ અને લૂખા ગિરી કરતા તત્વો ને નાથ નાખવા પોલીસ તંત્ર સંજાગ બને તેવી તમામ રહીશ તથા વેપારીઓ ની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here