કચ્છમાં સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટા

ભુજ, આરીફ દિવાન (મોરબી) :-

સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ઉકળાટ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે તો ગઈકાલે અંજાર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે સતત બીજા દિવસે ભુજ અને મુન્દ્રા તેમજ અંજા૨માં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસાની વિદાય બાદ મધ્યે પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો આવતા કચ્છના અંજાર તેમજ ભુજ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ભુજ તાલુકાના પથ્થર, મમુઆરામાં બપોરના ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાક વરસાદ પડ્યો હતો. તેના લીધે રસ્તાઓ અને વાડીઓમાં પાણી વહી નીકળ્યા હતા. તો બીજી તરફ સાંજે કોટડા, જાંબુડી, ચકાર સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં પણ ઝાપટા વરસ્યા હતા. અંજારમાં અસહય ઉકળાટ વચ્ચે ૧૮ મીમી એટલે કે, પોણા ઈંચ વરસાદ પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં પણ બે દિવસથી બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here