છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કાર નીલગાય સાથે ભટકાતા અક્સ્માત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ક્વાંટથી હાલોલ જતા કલારાણી રંગલી ચોકડી પાસે અકસ્માત થતાં કાર ના આગળ નો હિસ્સો કચ્ચરઘાન

સદનસીબે કોઈ જાનહાની નહી કાર મા સવાર તમામ નો બચાવ

છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા ની કાર ને ક્વાંટ થી હાલોલ તરફ જતા માર્ગ મા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ અક્સ્માત માં કાર મા સવાર તમામ નો આબાદ બચાવ થયો હતો

મળતી માહિતી અનુસાર આજરોજ સાંસદ ગીતાબેન રાઠવા, પ્રદેશ ભાજપ ઉપ્રમુખ મુકેશ રાઠવા તેમજ ડ્રાઇવર સંજય રાઠવા સાથે કવાંટ થી હાલોલ પોતાના મતવિસ્તાર તરફ પોતાની કાર નંબર GJ 34 B 9200 મા જઇ રહ્યા હતા ત્યારે કલારાણી રંગલી ચોકડી પાસે સાંજ ના સમયે અચાનકજ નીલ ગાય કાર સામે આવી જતાં કાર ના ચાલક સંજય રાઠવા અચાનકજ આવેલ નીલ ગાય ને જોઈ ડઘાઈ ગયા હતા, પરંતુ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો નહોતો, નીલ ગાય કાર સાથે ભટકાતા કાર ના આગળ ના ભાગ નો ખુરદો બોલ્યો હતો, પરંતુ કાર મા સવાર સાંસદ સહિત કુલ ત્રણેય ઈસમો નો અક્સ્માત માં આબાદ બચાવ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here