હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવનાર પશ્ચિમ બંગાળના વતની એક બોગસ ડૉકટરને પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ . લીના પાટીલ સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ ડીગ્રી વગરના ડૉકટરો અંગે કાયદેસર કરવા સુચના કરેલ હોય જે બાબતે શ્રી એમ.કે ખાંટ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓને ખાનગી હકિકત મળેલ કે … હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે નિશાળ ફળીયામા પશ્ચિમ બંગાળ વતની એક ડૉકટર કોઇ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરે છે તેવી હકિકત મળતા પી.એચ.સી સેન્ટર કથોલા ડો.એ.એચ.સોની તથા તેમની ટીમના માણસોને એસ.ઓ.જી. શાખાની ટીમ સાથે તપાસ કરતા નવા ઢીકવા ગામના નિશાળ ફળીયામા પોતાના મકાનમા દવાખાનુ ચલાવતા ડમી ડૉકટર આનંદ નગીનભાઇ મલીક રહે.ઢીંકવા નીશાળ ફળીયા તા.હાલોલ મુળ વતન : કાસદરા તા . સુર્યનગર જી . – ચોબીસ પર્ણધારા ૫.બંગાળ નાનો દવાઓના જથ્થા તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટસ મળી કિ.રૂા .૧૩૮૩૯ ના મુઘ્ધામાલ સાથે મળી આવેલ હોય જેથી દવાઓનો જથ્થો તથા સાધનો કબજે લઇ તેની વિરૂધ્ધ મેડીકલ પ્રેકટીસ એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here