છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે તેમાટે તંત્ર દ્વારા તકેદારી રાખવી જરૂરી ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ શિક્ષણ યોગ્ય મળતું નથી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. જે અંગે અગાઉ આઈ એ એસ અધિકારી ધવલભાઈ પટેલે નિરીક્ષણ રિપોર્ટ સરકારમાં રાજુ કર્યો હતો. સાથે સાથે શાક્ષરતા દ્રષ્ટિએ છોટાઉદેપુર જિલ્લો ઘણા વર્ષોથી નબળો છે. જે ધોરણ 10 અને 12 ના પરિણામો ઉપરથી પણ સાબિત થાય છે. તો આ અંગે સ્થાનિક કક્ષાના કેટલાક કારણો પણ જવાબદાર હોઈ શકે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. તેમ પ્રજાની માંગ ઉઠી છે.શિક્ષકો શાળાએ સમયસર પોહચે અને પૂરતો સમય બાળકો માટે આપે તોજ શિક્ષણના સ્તરમાં સુધારો થાય પરંતુ ઘણા શિક્ષકો સમયસર શાળાએ પોહચી શકતા નથી. જ્યારે શિક્ષકોને પણ નિયમિત અપડેટ કરવા જરૂરી છે. તેમાટે અન્ય વિભાગમાં જેમ પરીક્ષાઓ લેવામાં આવે છે તેવીજ રીતે ગ્રેડ પેમાં વધારો થાય ત્યારે શિક્ષકોની પણ પરીક્ષા લેવી જોઈએ જેથી જાગૃતિ આવે સારું શિક્ષણ બાળકોને મળે તેમ પ્રજા ઇચ્છી રહી છે .
શિક્ષક દીને તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉત્તમ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે. તેમાંથી આદર્શ નિવાસી શાળા મોર્ડન સ્કૂલો અને આશ્રમ શાળાઓ પણ આદિવાસી જિલ્લામાં કાર્યરત છે. જેઓના શીક્ષકો 24 કલાક સ્થળ ઉપર રહી બાળકોને ઉત્તમ સંસ્કાર અને શિક્ષણ આપે છે. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં પણ સારા પરિણામો લાવે છે. તો તેવા શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવાની જરુર છે તેઓ પ્રત્યે શા માટે ભેદભાવ રાખવામાં આવે છે અને એ લોકોને તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રોત્સાહન મળે તેમાંથી બાકાત રાખવામાં આવે છે. જેથી શિક્ષકોમાં રોષ તથા અસંતોષ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની ઘણી શાળાઓમાં શિક્ષકો નિયમિત પહોંચતા ન હોય પહોંચતા નથી જેના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડે છે જ્યારે ઘણા શિક્ષકો ગુલ્લેબાજ હોય શાળાએ પણ શાળાએ પણ જતા નથી આ અંગે અગાઉના સમયમાં પ્રજા દ્વારા તથા ગામ લોકો દ્વારા સરકારમાં શાળાની તાળાબંધી પણ કરેલ છે તથા તંત્રને રજૂઆત પણ કરી છે આવા ગુલ્લેબાજ શિક્ષકો સામે પણ પગલાં ભરવા ખૂબ જરૂરી છે સરકાર શિક્ષણ પાછળ આ અઢળક કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પરિણામો નબળા આવે છે જેનું મૂળ કારણ પાયાનું શિક્ષણ નબળું હોય તેમ લાગી રહ્યું છે શિક્ષકો તથા સરકારી કર્મચારીના બાળકો સરકારી શાળામાં શિક્ષણ લેતા નથી અને ખાનગી શાળામાં શિક્ષણ લેવા જાય છે તો તેઓના બાળકો પણ સરકારી શાળામાં શિક્ષણ લે તો ખરેખર પરિસ્થિતિ શું છે કે બહાર આવી શકે તેવી પ્રજાની માંગ ઉઠી છે
સરકારના નિયમો મુજબ કોઈપણ શિક્ષક નોકરીના સ્થળથી 8 કિલોમીટર દુરથીજ ઉપડાઉન કરી શકે છે. તો શું કોઈ શિક્ષક દૂર દૂર વડોદરા જેવા શહેરથી તો અપડાઉન નથી કરતો કે અન્ય શહેરમાંથી છોટાઉદેપુર જિલ્લામાં અપડાઉન કરતો હોય તેવું તો નથી ને કે કોઈની રહેમ નજર હેઠળ સબસલામત ચાલી રહ્યું છે તેવું તો નથી ને સરકારના નિયમોનું પાલન આવા કર્મચારીઓ કરે છે કે કેમ તપાસ થવી જોઈએ રહેમ નજર હેઠળ પોલમ પોલતો નથી ચાલતી તેની પણ તપાસ જરૂરી થઈ પડી છે કે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા અઢળક ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે પરંતુ ઘણી શાળાઓમાં શિક્ષકો સમયસર પહોંચી શકતા નથી જ્યારે જિલ્લાની શાળાઓમાં દર વર્ષે શિક્ષણ નું સ્તર ઘણું નીચું જોવા મળે છે જેમાં સુધારો કરવો જરૂરી છે સરકાર દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે જે ખૂબ સારી વાત છે અને વખાણવા લાયક છે પરંતુ ખરેખર ઘણા શિક્ષકો મહેનત કરે છે તેઓને પ્રોત્સાહન આપવામાં આવતું નથી જે અંગે પણ કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here