હાલોલ તાલુકાના ધારિયા ખાતે બહેનો માટે ડેરી ફાર્મિંગ અને વર્મી કંપોસ્ટ મેકિંગની તાલીમ યોજાઈ

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,ગોધરા દ્વારા ૧૦ દિવસીય તાલીમ યોજીને ૩૫ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કર્યા

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ધારિયા ગામે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આર-સેટી) ગોધરા દ્વારા દસ દિવસીય ડેરી ફાર્મિંગ અને વર્મી કંપોસ્ટ મેકિંગની તાલીમ યોજાઈ હતી. આ તાલીમના અંતિમ દિવસે RSETI ગોધરા ખાતે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા LDM શ્રી સતેન્દ્ર રાવ, RSETI ડાયરેક્ટર શ્રી દેવીદાસ દેશમુખ અને નગરપાલિકા ગોધરાના અધિકારીશ્રી જુબેરે હાજર રહી સ્વરોજગાર બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તાલીમમાં ધારિયા ગામના ૩૫ તાલીમાર્થી બહેનોની આર્થિક આજીવિકામાં સુધારો થાય અને નારી તું નારાયણી તરીકેનું સન્માન મળે તે હેતુથી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,ગોધરા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે આર-સેટી ગોધરા દ્વારા ૩૦ દિવસની મોબાઈલ રીપેરીંગ, બહેનો માટે સિલાઈ કામ અને બ્યુટી પાર્લર,૧૦ દિવસની ફાસ્ટ ફૂડ અને સ્ટોલ ઉદ્યમી તાલીમ માટે રજીસ્ટ્રેશન પણ ચાલુ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here