હાલોલના ઉજેતી ગામના 22 વર્ષીય યુવકને કાળ ભરખી જતાં પરિવારમાં આક્રંદ છવાયું

હાલોલ, (પંચમહાલ)/ઈરફાન શેખ :-

હાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર માંથી બાસ્કા થી આશરે 4 એક કિ.મિ દૂર આવેલ ઉજેતી ગામના 22 વર્ષીય યુવકનું હત્યા કરી ફેંકી દેવાયેલી હાલત માં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે. યુવક સોમવારે બપોરે તેના બે મિત્રો સાથે તેની મોટરસાયકલ લઈને ઘરે થી નીકળ્યો હતો. જે સાંજે ઘરે પરત પાછો ના ફરતા પરિવારજનો એ તેની શોધખોળ આચરી હતી, જે બે યુવકો સાથે તે નીકળ્યો હતો તે બંને યુવકો ના મોબાઈલ ફોન ઉપર વારેઘડીએ ફોન કરતા તેઓના મોબાઈલ ફોન સ્વીચ ઓફ હાલત માં આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા અને આ ગુમ થયેલ યુવક આકાશ ની વધુ સઘન શોધખોળ કરતા આજે તા:૨૫/૧૦/૦૨૩ ની સવારે તેઓ નો મૃતદેહ નર્મદાની મુખ્ય નહેર માંથી મળી આવતા હાલોલ રૂરલ પોલીસે એડી નોંધી યુવક ના મોત નું રહસ્ય ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે અને જેમ બને તેમ જલદી થી આ ગુન્હા માં સંડોવાયેલા તમામ આરોપીઓ ને જેલના સળિયા ગણતા કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ માં નવગામાં અને કુંપાડીયા ગામની વચ્ચે મુખ્ય નર્મદા નહેર માંથી આજે સવારે ઉજેતી ના ગૂમ થયેલા 22 વર્ષીય મરણ પામનાર યુવાન આકાશ પ્રભાતભાઈ ગોહિલ નો મૃતદેહ મળી આવતા ગામ આખા માં શોક ની લાગણી છવાઈ ગઈ હતી માથાં અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પોહચડેલી હોય તે જોતાં મૃતક નું મર્ડર થયેલ છે તેવું પરિવારજનો ગામમિત્રો અને ગ્રામજનો નું આક્ષેપ છે. સાફ મન અને ચંચળ સ્વભાવ વડા આ લાડકા આકાશનું અકાળે મૃત્યુ થતાં ગામ લોકો વિચારવા પર મજબૂર બન્યા હતા યુવક સોમવારે બપોરે મુવાડી ગામ ના તેના બે મિત્રો અશ્વિન રામાભાઈ પરમાર અને ધર્મેશ કનુભાઈ રાવળ સાથે તેની મોટરસાયકલ લઈને નીકળ્યો હોવાનું તેના પરિવારજનો એ પોલીસ ને જણાવ્યું છે. પોલીસે બંને યુવક મિત્રો ની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. અને આ જોતાં લાગી રહ્યું છે કે ગણતરી ના દિવસોમાં આ ગુચવડું સુલઝવી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here