હળવદ પંથકમાં ફરી તીડ ત્રાટકયા : મયુરનગરમાં દવાનો છંટકાવ કરાયો…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા,ચાડધ્રા, જુના ઘાટીલા ગામની સીમમાં તીડનું આક્રમણ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે.જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા, ચાડધ્રા,જુના ઘાટીલા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું.ગઈકાલે મોડી સાંજે તીડ ફરી દેખાવા લાગતા ખેડૂતો ચિતામાં મુકાઇ ગયા છે. અગાઉ પણ હળવદ રણકાંઠાના ગામડાઓમાં તીડ દેખાયા હતા ત્યારે ફરી તીડ દેખાતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે અને ટીડના ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે મયુરનગરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
હળવદ પંથકમાં થોડા સમય અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના ઉભા પાકમાં તીડ ફરી વળ્યાં હતા. ત્યારે ફરી આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે.જેમાં ફરી હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું અને ગઈકાલે સાંજે આ ગામોના ખેતરોમાં તીડ જોવા મળ્યા હોવાનું સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે. જોકે આ તીડ કોઈપણ ખેતરના ઉભા પાકમાં થોડીવાર બેસી રહે તો એ પાકને સાફ કરી નાખે છે.
આ તીડથી ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે.તેથી ખેડૂતો આ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે તિડના આક્રમણને લઇ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતનાઓ હળવદ દોડી આવ્યા છે અને હળવદ તાલુકાના મયુરનગરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે જે ગામોમાં તિડ દેખાય છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here