રાજપીપળાના શ્રીજી મેડીકલ સ્ટોરના માલિક રાજેન્દ્ર પટેલે કેદીઓમાં માસ્ક ગ્લોસ આપ્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જેલમાં કેદીઓનીની સલામતી અર્થે 150 N 95 માસ્ક અને 50 હેન્ડગલોજ જેલ સુપ્રિટેન્ડેંટને સોંપાયા

રાજપીપળા ખાતેના સંતોષ ચોકડી પાસે આવેલા શ્રીજી મેડીકલ સ્ટોરના માલિક રાજેન્દ્ર પટેલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જરૂરીયાત મંદ લોકોને, સંસ્થાઓને, પોલીસ જવાનોને કોરોનાનુ સંક્રમણ ન ફેલાઈએ માટે માસ્ક સેનેટાઇઝર સહિતની વસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે ફરી એકવાર શ્રીજી મેડીકલ સ્ટોર તરફથી રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં કેદીઓની સલામતી અને જેલ કર્મચારીઓની સલામતી કોરોનાના કહેર વચ્ચે ન જોખમાય અને સુરક્ષા પ્રદાન થાય એ માટે 150 N 95 માસ્ક અને 50 હેન્ડગલોજ આપવામાં આવ્યા હતા. જેલમાં સુપ્રિટેન્ડેંટે રાજેન્દ્ર પટેલની સેવાકીય સમાજ ઉપયોગી આ પ્રવુતતી ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here