શહેરા તાલુકાના એક ગામની વિધવા મહિલાને ઘરમાં પૂરી દેતા અભયમ ગોધરા દ્વારા મદદ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ના ગામ ની એક વિધવા ને એક મહિલા અને તેની પુત્રી એ ઝગડો કરી તેનાં જ ઘર માં પૂરી દેતા ગભરાઇ ગયેલા વિધવા એ ૧૮૧મહિલા હેલ્પ લાઇન મા કોલ કરતા ૧૮૧ અભ યમ રેસ્કયુ ટીમ ગોધરા તાત્કાલીક સ્થળ પર પહોંચી મહિલા ને ઘર માથી બહાર કાઢી ભય મુકત કરાવી હતી.
મળતી માહિતી મુજબ પુષ્પાબહેન નામ બદલેલ છે જેઓ ને એક નાની દિકરી છે જેઓ ના પતિ નું અવસાન થતાં તેઓ ને ક કોઈ કામ હોય તો તેમના ફળિયા મા રહેતા અને એસ. ટી વિભાગ ગોધરા મા નોકરી કરતા પુરુષ સાથે મદદ માંગતા હતાં આ બાબત તેમની પત્ની ને ગમતી ના હતી અને અવાર નવાર પુષ્પાબેન સાથે ઝગડો કરતા અને પતિ સાથે કોઈપણ પ્રકાર ની વાતચીત ના કરવા જણાવેલ.
ગત રોજ કોઈ કારણસર તેઓ તેમને રસ્તામાં મળી ગયેલ જેથી તેમના પત્ની અને તેમની દીકરી પુષ્પાબહેન ના ઘરે આવી અપ શબ્દો બોલી ઝપાઝપી કરી તેમનાં જ ઘર માં પુરી દીધા હતાં.
અભયમ ટીમે ઘર માં પૂરી રખાયેલ પુષ્પાબેન ને બહાર કાઢ્યા હતા સામે ના પક્ષકાર ને બોલાવી આ રીતે જોર જુલમ થી ઘર માં પૂરી દેવા એ સામાજીક અને કાયદાકીય ગુનો બને છે તેઓ એ જણાવેલ કે મારા પતિ સાથે સબંધ રાખે તે બિલકુલ પસંદ નથી તેથી પુષ્પાબહેન ને પણ જણાવેલ કે હવે પછી તેમની સાથે કોઈ વ્યવહાર કે વાતચીત ના કરવી બને પક્ષે પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી આવી તકરાર નહિ કરીએ તેવી ખાતરી આપતાં સમાધાન કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here