શહેરા તાલુકાના ૩૦૭ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને કોવિદ – ૧૯ ની ગાઈડલાઈન મુજબ પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યુ

ઇમરાન પઠાણ(શહેરા),

શહેરા તાલુકામાં ૨૪૪ સરકારી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ અને ૪૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. ૨ આશ્રમ શાળાઓ, ૨ કે.જી.બી.વી. અને ૨ સરકારી મોડેલ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ૪૫૦૦૦ જેટલા બાળકોને કોરોના મહામારીના સમયે કોવિડ – ૧૯ ની તમામ પ્રકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર અને એન.સી.ઈ.આર.ટી.નવી દિલ્હી દ્વારા પ્રકાશિત થયેલ પાઠ્યપુસ્તકો શહેરા શિક્ષણ પરિવાર દ્વારા પ્રત્યેક બાળકના ઘર સુધી જઈ વ્યક્તિગત વિતરણ કરવામાં આવેલ છે. બાળકોને ચાલું શૈક્ષણિક માસના એકમ સંદર્ભે માર્ગદર્શન આપી શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત દીક્ષા એપના માધ્યમથી નિયમિત મોકલવામાં આવતી લિંકથી વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવું, ક્યુ.આર.કોડ સ્કેન કરવા, વર્ચ્યુઅલ ક્લાસ, મોબાઈલ, ટી.વી. કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરા તાલુકાના પ્રત્યેક બાળકને શિક્ષણ મળે તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના તમામ શિક્ષકો દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે. જે બાળકો પાસે ઈલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય તેવા બાળકોને શિક્ષકો દ્વારા બાળકના ઘરે જઈને કોવિદ – ૧૯ ની ગાઈડલાઈન મુજબ નિયમિત શિક્ષણ આપવામાં આવશે. પાઠ્યપુસ્તકમાં આવેલ ક્યુ.આર.કોડ સ્કેન કરવો, એકમની અધ્યયન નિષ્પતિ વગેરે બાબતે બાળકોને આ પાઠ્યપુસ્તકના આધારે શિક્ષણ આપવામાં આવશે. બાળકો અને વાલીઓને શિક્ષણ પરીવાર અને સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા કોવિદ – ૧૯ ની ગાઈડલાઈન મુજબ વારંવાર સાબુથી હાથ ધોવા, ફરજીયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરે સંદર્ભે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવે છે. બી.આર.સી.શહેરાએ તમામ શિક્ષકોની ઉત્તમ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં પણ હોમ લર્નિંગ અંતર્ગત શહેરા તાલુકાના પ્રત્યેક બાળકને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરા અને શિક્ષણ પરીવાર સતત પ્રયત્નશીલ અને કાયમ પ્રતિબંધ રહેશે.

ડૉ.કલ્પેશ આર.પરમાર
બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર
સમગ્ર શિક્ષા, શહેરા
મો.9409584431
તા.21.11.2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here