સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમા 31 મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાનની ઉપસ્થિતીમાં રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવાશે

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

રાષ્ટ્રિય એકતા પરેડ ના કાર્યક્રમ મા 8 પ્લાટૂન ભાગ લેશે પોતાના વિવિઘ કરતબો રજુ કરી રાષ્ટ્રિય એકતા નો પેગામ પાઠવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની આ વર્ષે પણ થશે ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજવણીમાં ઉપસ્થિત રહેશે, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ અને સ્કૂલ બેન્ડ પરફોર્મન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here