ગોધરા : કાંકણપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં વિશ્વ વયોવૃદ્ધ દિનની ઉજવણી કરાઇ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારોને ચૂંટણીલક્ષી માહિતી અને કૃતજ્ઞતા પત્ર આપી કરાયા સન્માનિત

વિશ્વ વયોવૃદ્ધ દિન નિમિત્તે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં કાંકણપુર,ગોધરા સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારો ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા કલેકટરશ્રી દ્વારા લોકોને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા અને મતદાર જાગૃતિ અંગે માહિતી આપી હતી તથા મતદાર યાદીમાં નામ નોધાવવા, નામ કમી કરાવવા તથા ચૂંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવા અને ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ મતદાન માટે અપાતી સુવિધાઓ જેમ કે વ્હીલચેર,નિશુલ્ક વાહન સુવિધા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિત વયોવૃદ્ધોને કૃતજ્ઞતા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here