સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ તળાવ- ચેકડેમ ભરવાની જાહેરાત કરાતા સરકારનો આભાર વ્યક્ત કરતી બાબરા તાલુકાનાની દરેડ ગ્રામ પંચાયત.

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરા તાલુકાના કરીયાણા ડેમનો સૌની યોજનામાં સમાવેશ થયેલ છે

સૌરાષ્ટ્રમા સૌની યોજના હેઠળ તળાવ ચેકડેમો ભરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે તે બદલ બાબરા તાલુકાના દરેડ ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ડેમનો સૌની યોજનામા સમાવેશ થયેલ છે. જે ખંભાળા સંપની પાઈપમાં કરીયાણા ડેમની ઉપર ત્રણ વાલ મૂકેલ છે જેમાંથી કરીયાણા ડેમ ભરાઈ શકે તેમ છે. આ ડેમથી દરેડ, કરીયાણા, ખાખરીયા, એમ ત્રણ ગામનો અંદાજીત ૧૬૦૦ હેકટર જમીન કમાનુ એરીયા પિયતમાં આવે છે. જેથી આ ડેમ ભરવામાં આવે તો ત્રણ ગામની અંદાજીત ૩૦ હજારની વસ્તીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉનાળાના સમયમાં મજુરી અને આર્થિક રીતે ફાયદો થાય તેમ છે. જેથી આ તળાવ ભરી આપવા બદલ સરકારશ્રી તેમજ રાજ્ય ના મુખ્યમંત્રી સાહેબ શ્રી તેમજ સિંચાઈ મંત્રીશ્રી સાહેબ નો આભાર માનતા દરેડ ગ્રામ પંચાયત અને સરપંચ શ્રી વનરાજભાઈ વાળા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here