સુરતની ખુબસુરત મુરત તરીકે નામના મેળવેલ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દિપભાઈ મહેતાને જન્મદિવસની એક નાનકડી ભેટ…

સુરત,

કલમ કી સરકાર :- સાજીદ શેખ (ગોધરા)

આજે સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનિયાના ખ્યાતનામ એવા ચીન, ઇટલી, ફ્રાન્સ જેવા અનેક દેશો કોરોનાની સામે ઘૂંટણે પડ્યા છે જયારે જગત જમાદાર એવા અમેરિકાની દશા દુર્દશા બની ગઈ છે. અમેરિકામાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ પીડાઈ રહ્યા છે જ્યારે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોનાનો અજગરી ભરડો ધીરે-ધીરે વધી રહ્યો છે હાલ ઉગતા-આથમતા સુરજની સાથે દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આજનો દરેક માનવી ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે. તેમજ એક તરફ કોરોનાનો માનવભક્ષી પ્રકોપ અને બીજી તરફ લોકડાઉનના કારણે ભૂખની દહેશત… જોઇ ગરીબ નિસહાય માનવી જાયે તો જાયે કહા…જેવી મુસીબતમાં ઘેરાયો છે !! કારણ કે આજે દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ, સીમા, જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્રને માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને નાથવ માટે વિશ્વના કોઈ પણ ધર્મગુરુ, સુફી,સંત-મહંત,રેસ્નાલીસ્ટ તેમજ વૈજ્ઞાનિકો નિરાધારની જેમ હાથ પર હાથ મૂકી બેઠા છે અને હદ તો એ કહી શકાય કે એક માનવીથી બીજા માનવીને દુર રહેવા છેલ્લીકક્ષાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે…તેમછતાં આવા કપરા સમયમાં અનેક માનવતાના યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે નિસ્વાર્થભાવે વહાવી રહ્યા છે.

આજે દરેક સમજુ વ્યક્તિ એક વાત તો સમજી શકે છે કે ઈશ્વર-અલ્લાહને જો કોઈ એના બંદાને જે કઈ આપવું હોય તો એ સીધે-સીધો એની ઝોલીમાં નાંખી શકે છે. પરંતુ જો ઈશ્વર-અલ્લાહ પોતાના અનેક બંદાઓને મદદ કરવા કોઈ એક બંદાની મધ્યસ્થી તરીકે નિમણુક કરે છે તો એ વ્યક્તિ એક હજાર ટકા વિધિના વિધાતાનો ખુબ જ માનીતો વ્યક્તિ હોઈ શકે છે…!! એમાં કોઈ બે મત નથી. ભૂતકાળમાં આવી વાતો કિસા-કહાની કે કિતાબોમાં વાંચવા-સાંભળવા મળતી હતી પરંતુ આજના કળયુગમાં જો એવી કોઈ પ્રતિભાને જીવંત આંખે જોવી હોય તો સુરતની મુરતને મળવું પડે… આ સુરતની મુરત બીજું કોઈ નહિ પરંતુ જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દિપભાઇ મહેતા છે… હા.. આ એ જ દિપભાઇ મહેતા છે જે છેલ્લા કેટલાય વર્ષોથી ધોધમાર વરસાદ હોય તો ગરીબ લાચાર લોકોની છત બની જાય છે…. હા.. આ એ જ દિપભાઇ મહેતા છે જે ઉનાળાના ધોમ ધકતા તડકામાં ગરીબ નિરાધાર લોકોના પગની સ્લીપર બની જાય છે….. હા.. આ એ જ દિપભાઇ મહેતા છે જે શીયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ નિસહાય લોકો માટે ઓઢ્વાનુ કંબલ બની જાય છે. માનવતાના એવા સાચ્ચા અને ખરા પુંજારીને આજના દિવસે અવતરનાર ઈશ્વર-અલ્લાહનો અમો ખુબ-ખુબ આભાર માનીએ છીએ કારણ કે આજના આ કપરા સમયમાં ડગલેને પગલે તકવાદી માનસિકતા ધરાવતા લોકોની હાટડીઓ લાગી છે, જ્યાં જુઓ ત્યાં કોમવાદ,જાતિવાદ અને ઊંચ-નીંચની બોલબાલા છે તેમછતાં આવા સમયમાં દિપભાઇ જેવા લોકો સમભાવ,સદભાવ અને માનવતાની મહેંક પ્રસરાવવા પોતાની જાતને પણ ઓગાળી નાંખત હોય છે.

મારી નાનકડી કલમે વધુ તો કઈ લખી ના શકાય પરંતુ આવા માનવતા પ્રેમી વ્યક્તિત્વને જન્મ આપનાર માતા-પિતાને નત:મસ્તકે સલામ છે….આવી જીવ દયાની ભાવના ધરાવતા માનવીનું સિંચન કરનાર શિક્ષકને દિલથી સલામ છે…સદભાવની લાગણી વરસાવતા આવા માણસના મિત્ર મંડળને સલામ છે… અને છેલ્લે આવી નિસ્વાર્થભાવે સેવા કરનાર જીવને આ દુનિયામાં મોકલનાર ઈશ્વર-અલ્લાહનો ખુબ-ખુબ આભાર છે.

મારા પરમ મિત્ર એવા દિપભાઇને જન્મ દિવસની ખુબ-ખુબ શુભકામનાઓ”….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here