રાજપીપળામાં ૫ વર્ષીય બાળકી આમેના ખત્રીએ પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી : દેશમાંથી કોરોના દૂર થાય તે માટે ખાસ દુઆ કરી.

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ભારત દેશને કોરોના મુકત કરવા નાની રોઝેદારે ખાસ દુઆ કરી

નર્મદા જિલ્લાના રાજપીપલા ગામે વડફળિયા વિસ્તારમાં રહેતી ૫ વર્ષીય નાનકડી બાળકીએ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખીને અલ્લાહની બંદગી કરી હતી મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝ‍ન માસનો પ્રારંભ થયોછે ત્યારે મુસ્લિમ બિરાદરોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યાછે ત્યારે રાજપીપલા ની વડફડીયા માં રહેતી નાનકડી બાળકી તહૂરાઆમેના રુહુલઅમીન ખત્રી એ પણ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખીને અલ્લાહની બંદગી કરી હતી નાની બાળકીએ પ્રથમ રોઝો રાખતા સમાજના તમામ લોકોએ બાળકીનો ઉત્સાહ વધારવા મુબારકબાદ પાઠવીને ભલી દુઆઓ ગુજારી આપી હતી ઉલ્લેખનીય છેકે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મળસ્કેથી સંધ્યાકાળ સુધી ભુખ તરસ બરદાસ્ત કરી અલ્લાહની બંદગી કરી ભારત દેશને કોરોના મુક્ત કરવાની દુઆઓ કરી રહ્યા છે સાથે જ આજે આ નાની બાળકીએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખી અલ્લાહ પાસે દુઆઓ કરી હતી અને ખાસ ભારત સહિત સમગ્ર વિશ્વ માંથી કોરોના દૂર થાય તેવી દુઆ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here