સિધ્ધપુર પંથકમાં ગૌ વંશને ઘાયલ કરનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર નજીક આવેલા ગાંગલાસણ અને સુજાણપુર ની સીમમાં કોઈ વિકૃત માનસિકતા ધરાવતા નરાધમો દ્વારા અબોલ ગૌ માતા અને ગૌવંશને તિક્ષ્ણ હથિયાર વડે ઘાયલ કર્યાની ઘટના ને લઈ સિદ્ધપુર પંથકમાં આવું જર્ધન્ય કૃત્ય આચરનારો સામે ચોતરફથી ફિટકારની લાગણી વરસી રહી છે. આવું કૃત્ય કરનારા ઈસમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા શ્રી કામધેનુ ગૌ હોસ્પિટલના કાર્યકરો સહિતના હિન્દૂ સંગઠનોએ એકઠા મળી સિધ્ધપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
સિદ્ધપુર ના ગાંગલાસણ અને સુજાણપુર ની સીમ માં ગૌ માતા અને ગૌવંશ ને તીક્ષ્ણ હથિયાર વડે ઘાયલ કર્યાની ઘટના પ્રકાશ માં આવતા જ સમસ્ત હિન્દૂ સમાજમાં ઉગ્ર આક્રોશ ની લાગણી પ્રવર્તી રહી છે. ગાય ને સમસ્ત હિન્દૂ સમાજ માતા માની તેની પૂજા કરે છે.ત્યારે પોતાની માતા ઉપર થયેલા હીંચકારા હુમલાથી સમસ્ત હિન્દૂ સમાજ લાલચોળ બન્યો છે.આથી જ શહેરની હિન્દુ સંસ્થાઓના પ્રતિનીધીઓ,સામાજિક અને રાજકિય આગેવાનો, ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો એકત્ર થઈ સિદ્ધપુર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી આવા અસામાજિક તત્વો ને સત્વરે પકડી પાડવા આવેદનપત્ર પાઠવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકોએ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી સરકારને કડક પગલાં લેવા ઉગ્ર માંગ કરી હતી.છેલ્લા કેટલાક સમયથી ગૌ માતાઓ અને ગૌવંશ ઉપર હથિયારોથી હુમલા કરી તેઓને ઘાયલ કરવાના તથા હત્યા કરવાના કિસ્સા ઓ વધી રહ્યા છે.થોડા સમય પહેલા સિધ્ધપુરના ઝાંપલીપોળ પાસે એક નંદી ને પગમાં બ્રેક વાયર પહેરાવી દેવાતા અને તેને બાંધી દેવાતા પગમાં વાયર ઉતરી જતાં નંદી ઘાયલ થયો હતો.સમસ્ત હિન્દુ ધર્મના લોકોની લાગણી ઓને ઠેસ પહોંચાડી રહેલા આવા કૃત્યો ને અટકાવવા અને ગૌવંશના રક્ષણ માટે સરકારે ખાસ કાયદા બનાવ્યા છે તો તેનો અમલ કરી તંત્રએ આવા કૃત્યોને નાથવા કડક પગલાં લેવા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here