સિદ્ધપુર નર્સીગ કોલેજમાં વિદ્યાર્થીનીએ દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

સિદ્ધપુર સરકારી નર્સીગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય આશાસ્પદ વિપ્ર વિદ્યાર્થીની એ આજ રોજ ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.આ અંગેની જાણ થતાં સિદ્ધપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.જોકે આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેનું કારણ તો પોલીસ તપાસ બાદ જ ખુલવા પામશે.
સિદ્ધપુર હાઇવે પર આવેલી સરકારી નર્સીગ કોલેજમાં એએનએમ, જીએનએમ અને નર્સીગ એમ ત્રણ કોર્ષ ચાલે છે.આ ત્રણેય કોર્ષમાં અભ્યાસ કરતી ૩૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલ માં રહીને અભ્યાસ કરતી હોવાનું જાણવા મળેલ છે. આ વિદ્યાર્થીનીઓ પૈકી મૃતક રાવલ પ્રીતિબેન રઘુ ભાઈ,રહે.રણાવાડા (જા)તા.કાંકરેજ,જી.બનાસકાંઠાએ આજરોજ હોસ્ટેલની રૂમ નં.101 માં પંખા ઉપર દુપટ્ટો વડે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી દેતા નર્સીગ હોસ્ટેલ માં સોંપો પડી જવા પામ્યો હતો.મળતી વિગતો મુજબ મૃતક પ્રીતિ રાત્રી દરમિયાન પોતાની સહેલીઓ સાથે હોસ્ટેલના રૂમ નં.104 માં સુઈ ગઈ હતી જ્યારે વહેલી સવારે તેણીનીએ 101 નંબર ના રૂમમાં આપઘાત કર્યો હોવાનું કર્યો હોવાની જાણવા મળેલ છે. સવારે ઉઠતા સહેલીઓને રૂમમાં પ્રીતિ ના દેખાતા તેમજ શોધખોળ બાદ 104 રૂમ અંદરથી બંધ હોવાથી તેઓએ ત્વરિત હાજર સ્ટાફ અને સિક્યુરિટીને જાણ કરી હતી. સિક્યુરિટી અને હોસ્ટેલમાં અન્ય કામ અર્થે આવેલા પાણી ની પાઇપ લાઈનનું કામ કરતા મજૂરો વડે રૂમ નો દરવાજો તોડાવ્યો હતો.દરવાજો ખુલતા જ પ્રીતિ પંખે લટકેલી હાલતમાં જોવા મળતા આ બિહામણું દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ બની જવા પામ્યા હતા. બાદમાં આ અંગે સિદ્ધપુર પોલીસને તેમજ મૃતક પ્રીતિના પરિવારજનોને સત્વરે જાણ કરવામાં આવી હતી.સિદ્ધપુર પોલિસે ઘટનાસ્થળે આવી મૃતકની લાશ સહિત ઘટનાસ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે સિદ્ધપુર સિવિલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી ત્યાં હાજર કેટલાક લોકોના નિવેદનો નોંધ્યા હતા. સિદ્ધપુર સિવિલમાં ડો. રાજ સોલંકી અને ડૉ. સૌરભ માલધારી પેનલ દ્વારા મૃતકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું.મૃતકે મર્યા પહેલા કોઈ સ્યુસાઇડ નોટ લખી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. મૃતક પ્રીતિના માતા-પિતા સહિત ના પરિવારજનો ત્યાં આવ્યા બાદ હોસ્ટેલનું વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું.મૃતકની માતાના હૈયાફાટ આક્રંદ વાળા રુદનથી ત્યાં શોક ની કાલિમા પ્રસરી જવા પામી હતી.દીકરીને પેટે પાટા બાંધી ભણાવી-ગણાવી આ સ્ટેજ સુધી લાવ્યા બાદ એક દિવસ આ સ્થિતિમાં જોવાનો વારો આવશે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું ના હોવાથી તેણીનીને મરણ પથારીએ સુતેલી જોઈને તેના પિતાની તબિયત પણ એક તબકકે લથડી જવા પામી હતી.આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા સિદ્ધપુર બ્રહ્મ સમાજ સહિત બનાસકાંઠા બ્રહ્મ સમાજના સિદ્ધપુરમાં રહેતા સામાજિક આગેવાનો નર્સીગ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. તેઓએ મૃતકના પરિવાર જનો ને સાંત્વના આપી હતી.મૃતક પ્રીતિ સાથે પહેલા ધોરણથી જ અત્યારે અહીં નર્સીગ સુધી સહપાઠી રહેલી તેની સહેલીઓ પણ પ્રીતિના આવા આકસ્મિક આપઘાત કરી લેવાના ગોઝારા નિર્ણયથી અવાક બની જવા પામી હતી. ગઈકાલ સાંજ સુધી પ્રીતિ તેની સહેલીઓ સાથે હસી મળીને રાજીખુશીમાં જ રહેતી જોવા મળી હોવાનું તેમજ તેના વર્તન ઉપરથી તે કોઈ પણ જાતના ડિપ્રેશનમાં પણ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ત્યારે એવું તે કયુ કારણ હશે કે જેણે પ્રીતિને આપઘાત કરવા મજબૂર કરી દીધી હશે તે એક તપાસની બાબત છે.કોરોના કાળમાં પ્રથમ વર્ષમાં માસ પ્રમોશન અપાયું હતું.ત્યારે અભ્યાસ અંગેની પણ કોઈ ચિતાની બાબત નહિ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.પોલીસે મૃતકનો મોબાઈલ ફોન નો કબજે મેળવી પ્રીતિ એ કયા કારણોસર સ્યુસાઇડ કર્યું હશે તે દિશામાં તપાસ કરશે જાણવા મળેલ છે. મૃતક પ્રીતિની સગાઈ થોડા સમય પહેલા જ સામાજિક રીત રિવાજ મુજબ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.આમ,એક આશાસ્પદ વિપ્ર યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવી દેતા તેના પરિવાર જનો,સહેલીઓ સહિત પાંચ પરગણા બ્રહ્મસમાજ માં શોક ની કાલિમા છવાઈ જવા પામી છે.ઉપરાંત આ દુઃખદ સમાચારના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here