ડેરોલગામનાં મંદિરોમાંથી દિવાબત્તીની ચોરી કરી સ્વાદિષ્ઠ ભોજનની શોખીન કાલોલ નગરની મહિલાનો ભાંડો ફૂટ્યો

કાલોલ, (પંચમહાલ)-મુસ્તુફા મિર્ઝા :-

પ્રેમમાં આધડા બની પિતાની છત્રછાયા છોડી પ્રેમિકા પ્રેમીને પતિ પરમેશ્વર સમજી તેની સાથે પ્રેમના તાંતને બંધાય જીવનની પડોને નિભાવવા તૈયાર થઈ જતી હોય છે.પરંતુ સમય જતાં પરિસ્થિતિને લઈ ઊભીથતી મુશ્કેલીમાં કે પોતાના શોખ પુર્ણ ન થવાને કારણે કાલો મોત ને ભેટતા હોય કે પછી સુખી જીવન જીવવા ગુનાહિત કૃત્ય કરતાં હોય છે. તેવું જ કાંઈક કાલોલ નગરમાં નવાપુરામાં રહેતી એક મહિલા પોતાના પતિની કંપનીમાં નોકરી છૂટતાં મુશ્કેલી સર્જાવા લાગી અને પ્રેમિકાએ સ્વાદિષ્ટ ભોજન માટે ચોરી નાં રવાડે ચડી મંદિરમાં ચોરી કરતાં પકડાઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો.
કાલોલ તાલુકાના ડેરોલગામમાં ૫ મે નાં રોજ કાલોલ નવાપુરામાં રહેતાં એક અંજાન મહિલા અંદાજીત બપોરના ૪ કલાકની આસપાસ ડેરોલગામ ડેરીચોગાનમાં સ્થાપિત ભાથીજી મંદિરમાં પ્રવેશ લઈ મંદિરમાંથી દિવાબત્તીની ૪ દીવાનીની ઉપાડી સાથે લાવેલ એક થેલામાં લઈ જતાં ગ્રામજનોએ ઝડપી પાડી હતી. જોકે ગ્રામ જનોએ અગાઉ ડેરોલગામનાં નીલકંઠેશ્વર મહાદેવમાં તા.૨૯ એપ્રિલ નાં રોજ તાબાની લોટી અને દિવા બત્તી ની દીવાની ઉઠાવતા મહાદેવ મંદિરમાં લાગેલ કેમેરામાં કેદ થઈ હતી.જેને કારણે ગ્રામ જનોએ એજ પહેરવેશમાં ફરી વાર આવતાં અને મંદિર માંથી પૂજામાં ઉપયોગમાં લેવાતી દિવાબત્તી ની ચારી કરતાં ઝડપાઈ ગઈ હતી. ચોરી કરનાર મહિલાની ગ્રામજનોએ પૂછતાછ કરતાં કાલોલ નવાપુરાની હોવાનું જણાવ્યું હતું. જેથી મંદિર ચોગાનમાં બેસાડી કાલોલ પોલીસને જાણ કરી સોંપી કરી. જોકે પોલીસે પણ મંદિરમાં ચોરી કરતી મહિલાની પૂછતાજ કરતાં ઘર પરિવારની પરિસ્થિતિ કમજોર હોવાને કારણે પોતાને ભાવતા પકવાન જમવા માટે ચોરીનો માર્ગ પકડ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે એક વખત ડેરોલગામનાં મહાદેવના મંદિરમાં ચોરી કરવામાં સફળ બનેલ મહિલાને ચસ્કો લાગતા ૫ મે નાં રોજ ફરી ચોરી કરવા જતાં ગ્રામજનોની નજરે ચડતાં ચોરીનો ભાંડોફૂટી નીકળ્યો. ચોરી કરનાર મહિલાએ ચોરી કરવાનું કારણ ગ્રામજનો સમક્ષ પણ જણાવ્યું હતું. જોકે ગ્રામજનોએ અગાઉ કરેલ ચોરીની પણ રજુવાત પોલીસ સમક્ષ કરી હતી. કાલોલ પોલીસ ચોરી કરનાર મહિલાની સાચી દિશામાં તપાસ કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here