સિદ્ધપુર : ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધાઓમાં યોગાંજલિ વિદ્યાવિહારનો ઉત્કૃષ્ટ દેખાવ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

12 માર્ચથી સમગ્ર ગુજરાત માં શરૂ થયેલ ખેલ મહાકુંભ ૨૦૨૨ મા સિધ્ધપુર તાલુકા કક્ષા અંડર-14 ની કબડ્ડી સ્પર્ધામાં યોગાંજલી વિદ્યા વિહારની પ્રાથમિક શાળા ની ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે આવી છે. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે શાળા ના શિક્ષકો અને કોચ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.શાળાના ખેલાડી ઓને આ સિદ્ધિ બદલ તેમજ આગળની સ્પર્ધા ઓમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે શાળાના આચાર્ય તથા યોગાંજલિ કેળવણી મંડળના સેક્રેટરી કુ.જીજ્ઞાબહેન દવે એ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here