બી.આર.સી.ભવન શહેરા ખાતે શિક્ષણ વિભાગની સંકલન બેઠક બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાની અધ્યક્ષતામાં યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

બી.આર.સી.ભવન શહેરા ખાતે શિક્ષણ વિભાગમાં બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા, મોરવા તેમજ વાઘજીપુર અને શિક્ષક ઘટક સંઘ શહેરા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શહેરા તેમજ ધી શિક્ષક સહકારી મંડળી લિ. શહેરા અને પગાર કેન્દ્રના આચાર્યો, સી.આર.સી કો.ઓર્ડીનેટરો, તેમજ સમગ્ર શિક્ષા, સ્ટાફ તમામની સંકલન બેઠક બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં શાબ્દિક સ્વાગત બીટ કેળવણી નિરીક્ષક મોરવા સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમિતભાઈ શર્મા, અનોપસિંહ બારીયા, કિર્તીભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ સોલંકી વગેરે સંગઠન બાબતે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારભાઈ વણઝારાએ શિક્ષણ સમિતિની વર્તમાન કામગીરી સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ.કલ્પેશ આર.પરમારે શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, શાળાના જન્મદિવસની ઉજવણી, ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓની સમીક્ષા કરવી, Online હાજરી નિયમિત પુરવી, શૈક્ષણિક ગુણવત્તા બાબતે ટીમ બનાવી શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, શાળા સલામતી, શાળાનો નકશો, સ્થાનિક અધિકારી – પદાધિકારીઓની વિગત, G-SHALA Application નો નિયમિત ઉપયોગ, એકમ કસોટીનું યોગ્ય પદ્ધતિસરનું મૂલ્યાંકન, આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી માટે સૌને અભિનંદન, શાળા કક્ષાએ LED, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે અદ્યતન રાખવા, દિવ્યાંગ બાળકોની વિશેષ કાળજી રાખવી, દત્તક બાળકોને નિયમિત મદદ કરવી, સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 31 એપ્રિલ 2022 ના ફાઈનલ મૂલ્યાંકનની સમીક્ષા, આધાર કાર્ડ અપડેશન કામગીરી, આધાર ડાયસના 40 મુદ્દા મુજબ અપડેશન કામગીરી, SCE પત્રક નિયમિત નિભાવવા તેમજ અપડેટ કરવા, NMMS પરીક્ષાના બાળકોને નિયમિત માર્ગદર્શન આપવું, 100 % ટ્રાન્જેકશન રેટ, FLN અંતર્ગત શૈક્ષણિક ગુણવત્તા ચકાસણી કરી ગુણવત્તા સુધારવા પ્રયત્નશીલ રહેવું, જ્ઞાનકુંજ પ્રોજેકટનો વધુ ઉપયોગ, શાળા પુસ્તકાલયનો ઉપયોગ, આદર્શ પાઠ દરમિયાન TLM ઉપયોગ, 11 થી 14 વર્ષની કિશોરીઓને શાળામાં પુન: નામાંકન, ખેલ મહાકુંભમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, બ્લોક કક્ષાએથી આપેલ ગીતાનું પ્રાર્થના સભામાં ક્રમશ એક શ્લોકનું પઠન કરવું, 12 થી 14 વર્ષના બાળકોને કોરોના રસ અપાવવામાં આરોગ્ય વિભાગને સહકાર આપવો, કોરોના કિટનો નિયમિત શાળામાં વિદ્યાર્થીઓને ઉપયોગ કરવા જણાવવું વગેરે મુદ્દાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સૌને પ્રશ્નોનો સંતોષકારક પ્રત્યુત્તર આપ્યા હતા. તેમજ સંકલન મિટિંગમાં સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ ભુપેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here