ગોધરા શહેરમાં ગણેશ વિર્સજનના ધાર્મીક તહેવાર સંબધે પોલીસ દ્વારા રૂટ પેટ્રોલીંગ ફલેગ માર્ચ કરવામાં આવ્યો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, નગરના અનેક વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. અને હવે આવતી કાલે સોમવારના રોજ ભવ્ય શોભા યાત્રા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવશે, જેને લઈને ગોધરા પોલીસ પ્રશાસન દ્વારા આજરોજ પ્રોશેશનના રૂટ ઉપર ફલેગ માર્ચ યોજવામાં આવ્યું હતું.

ગોધરા શહેરમાં આવેલ વિશ્વકર્મા ચોકથી ગણેશ સ્થાપના કરેલ મુર્તીઓને પ્રોશેસનનું પ્રસ્થાન થનાર હોય વિશ્વકર્મા ચોકથી નીકળી નીચવાસ બજાર , બીસમીલ્લા મસ્જીદ , રાણી મસ્જીદ , પોલન બજાર , સ્ટેશન ધક્કા રોડ થઇ પીમ્પુટકર ચોક થઇ હોળી ચકલા રામસાગર તળાવ માં વિર્સજન થનાર હોય પ્રોશેશનના રૂટ ઉપર ફલેગ માર્ચ કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન તેની તકેદારીના ભાગરૂપે ગોધરા શહેરમાં ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આવતી કાલે યોજાનાર ગણેશ વિસર્જન ના પોલીસ બંદોબસ્ત માટે ગોધરા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક -૧ તેમજ ડી.વાય.એસ.પી. – ૧૧ તથા પી.આઇ. -૪૩ તથા પો.સ.ઇ. -૯૪ તથા હે.કો / પો.કો . -૧૨૦૭ તથા વુમન હે.કો. / પો.કો . -૧૩૧ તથા હોમગાર્ડ -૭૫૪ તથા એસ.આર.પી. ની પાંચ કંપનીઓ જેમાં ૩૫૦ એસ.અર.પી. જવાનો તેમજ આર.એ.એફ. ની એક કંપની જેમાં ૭૫ જવાનો મળી કુલ- ૨૬૬૬ જેટલા અધિકારી કર્મચારીઓ સુરક્ષા માટે તેનાત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here