સિદ્ધપુર ખાતે પાટણ વાડા બાવન વિભાગ નાયી સમાજ કેળવણી મંડળની જનરલ મિટિંગ યોજાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ પાધ્યા :-

સિદ્ધપુર ખાતે લિંબચ માતા મંદિરના હોલ ખાતે પાટણવાડા નાયી સમાજ બાવન વિભાગ કેળવણી મંડળની મીટિંગમાં કોરોના વખતે લોક ડાઉનના સમયે સમાજના ગરીબ લોકોની મદદે જનાર સમાજસેવી લોકોના સન્માન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા બાવન વિભાગના બાળકોને મોમેંટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં આમંત્રીત મહેમાનોમાં ગુજરાત પ્રદેશ નાયી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ ઓબાભાઈ સોલંકી, પાટણવાડા બાવન વિભાગ ના પ્રમુખ અશોકભાઈ, મંત્રી વિપુલભાઈ સમોડા, રમેશભાઈ પારેખ બિલિયા (હાલ મુંબઈ), ડો નટવર ભાઈ અને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય નાયી મહાસભાના ઉપાઘ્યક્ષ રવજીભાઈ માવજીભાઈ કુભારા, ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય નાયી મહાસભાના મહેસાણા જિલ્લાના પ્રમુખ રમેશચંદ્ર શેમા,ઉપપ્રમુખ હસમુખભાઈ ચેહરારામ લિમ્બાચિયા કેશણી, પાટણ જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ નાયી (પત્રકાર) વામૈયા સહિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here