સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલ્વે વિભાગના જનરલ મેનેજર આલોક કન્સલનુ ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શહેરના રેલ્વે સ્ટેશનને લગતા પ્રશ્નો માટે લેખિતમાં રજૂઆત કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલ્વે વિભાગના જનરલ મેનેજર આલોક કન્સલનુ ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શહેરના રેલ્વે સ્ટેશનને લઈ સ્થાનિક પ્રજાજનો તેમજ ધાર્મીક યાત્રાએ આવતા લોકોને પડતી અગવડતા વિષેના વર્ષો જુના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક પ્રશ્નોમાં યોગા એકસપ્રેસ તેમજ જમ્મુ તાવી, હરિદ્વાર ની ટ્રેનનુ સિદ્ધપુરમાં સ્ટોપેજ આપવુ,પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અવર જવર માટે સ્થાનિક લોકો ને ૨ કિમી જેટલું અંતર કાપવું પડે છે રેલ્વેના પાટા ઉપર ફૂટ ઓવર બ્રિજ બનાવવા તેમજ આગામી ૪થી જાન્યુઆરી થી સ્પે.દૈનિક ટ્રેન મહેસાણાથી સુરત શરૂ થવા જઈ રહી છે તેને મહેસાણાની જગ્યાએ થી લંબાવી પાલનપુર (બ.કાં.) સુધી લંબાવવામા આવેતો સિદ્ધપુર તેમજ આજુબાજુના વિસ્તારના મુસાફરો અને વેપારી વર્ગને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ સુજાણપુર અને આંકવી ગામે અવર જવર માટે રસ્તામાં જે ફાટક આવેલ હતી તે કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી છે હયાત નાળાને પહોળું કરી યોગ્ય વિકલ્પ આપવા બાબતે સમગ્ર રજૂઆત સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સાથે સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર,જીલ્લા મંત્રી હર્ષદભાઈ પધ્યા,બિપીનભાઈ દવે સહીત કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here