રાજપીપળા ખાતે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહકોને સંરક્ષણ આપતા કાયદાઓની જાણકારી અપાઈ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા રાજપીપળા, કેવડિયા, માંગરોળમાં જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા

રાજપીપળા સહિત કેવડીયા કોલોની તેમજ માંગરોળ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા દ્વારા ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 24 12 2021 ના રોજ ગ્રાહક સુરક્ષા દિન સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે તે સંદર્ભે નર્મદા જિલ્લાના માંગરોળ મુકામે નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ના હોલમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના રાષ્ટ્રીય સચિવ જયંતભાઈ કથીરિયા તથા ભરતભાઈ માલવિયા તથા જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ ગોપાલપુરા ઉપસ્થિત રહી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા નો પરિચય કાર્યશૈલી અને સમાજમાં પંચાયતની શું ભૂમિકા છે તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
માંગરોલ ખાતે ની કૉલેજ મા યોજાયેલ કાર્યક્રમ મા ભાગ લઈ ગ્રાહક લક્ષી કાયદાઓ ની જાણકારી મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. માંગરોલ કૉલેજ માં વિદ્યાર્થીઓ ને ગ્રાહક સુરક્ષા ના કાયદા ની સમજ આપવા માટે બે વાર સત્ર લેવાયા હતા. સંસ્થા ના પ્રમૂખ મહેશભાઈ પટેલ દ્વારા તેમજ સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મ ભાઇ ખત્રી દ્વારા તથા અન્ય શિક્ષક સ્ટાફ નો પણ ખુબ સારો સાથ સહકાર મળી રહ્યો હતો જે બદલ ગ્રાહક પંચાયત નર્મદા એ આભાર માન્યો હતો.

રોજબરોજની જિંદગીમાં ગ્રાહકો કેવી રીતના છેતરાય છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને છેતરામણી નો ભોગ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન ગ્રાહક લક્ષી કાયદા ના જાણકારો એ આપ્યું હતું. રાજપીપળા ની એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં પણ પ્રોફેસર મિત્રો સાથે પણ ગ્રાહક પંચાયતના પરિચય આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત નવદુર્ગા હાઇસ્કુલ રાજપીપળા ખાતે પણ કાર્યક્રમ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમાં વીએચપીના અજીત સિંહ રાઠોડ, સુરજ ભાઈ મિસ્ત્રી તેમજ અન્ય સંસ્થા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ કેવડીયાકોલોની મુકામે યોગેશભાઈ પટેલ આચાર્ય ના ઘરે શિક્ષકો સાથે બેઠક કરી જે ઘણી સફળ રહી , અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના નર્મદા જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલ ગોપાલપુરા તરફથી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here