૩૦ દિવસથી વધુના લોક ડાઉનમાં કરજણ નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું અને ચમકદાર બન્યું…..

નદીમાં ફૂલપતરી, પૂજાનો સામાન તેમજ ગંદકી નાખવાનું બંધ થતા પ્રદૂષિત નદી શુદ્ધ બની ગઈ….

નદીમાં કપડાં ધોવાનું ગંદુ પાણી ઠલાવવાનું બંધ તથા કરજણ નદીનું પાણી સ્વચ્છ બન્યું

કરજણ ડેમમાં પાણીનો જથ્થો ચોખ્ખો દેખાવા લાગ્યો

નર્મદા જિલ્લામાં 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યા પછી લોકડાઉનનો બીજો તબક્કો જાહેર થયો છે. લગભગ 30 દિવસથી લોકડાઉનને કારણે લોકો ઘરની બહાર નીકળતા ન હોવાથી રાજપીપળા માં વહેતી કરજણ નદી કાચ જેવી ચોખ્ખી બની ગઈ. કર્મકાંડી વ્યવહાર, ફૂલોની દુકાન બંધ થઈ જતા નદીમાં ફુલપતરી, પૂજાનો સામાન તેમ જ ગંદકી નાખવાનું બંધ થતા પ્રદૂષિત નદી શુદ્ધ બની ગઈ અને ખડખડ શુદ્ધ પાણી વહી રહ્યું છે. નદીમાં કપડા, વાસન ધોવાનું તથા વાહનો ધોવાનું તેમજ નહાવા ધોવાનું બંધ થઈ જતા કરજણ નદી શુદ્ધ બની છે. કરજણ ડેમમાં પાણીનો જથ્થો પણ ચોખ્ખો દેખાવા લાગ્યો છે. કુદરત જાણે માણસને કરી રહી છે કે આજ માણસોએ મને પ્રદૂષિત કરી દીધી હતી હાલ માણસો માણસનો હસ્તક્ષેપ મારી સાથે (નદી સાથે )બંધ થઈ જતા હું સાચા અર્થમાં શુદ્ધ થઈ છું, કોરોના પછી માનવજાતે પર્યાવરણને શુધ રાખવા શીખવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here