સિક્યુરિટી હોવા છતાં ડભોઈ સેવાસદનમાં બિન્દાસ્ત ફરતા સ્વાન!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકા સેવાસદન મા સંખ્યા બંધ કચેરીઓ આવેલી છે તાલુકાના 118 ગામના લાભાર્થીઓ અહીં વિવિધ કામ અર્થે આવતા હોય છે ત્યારે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે સેવાસદન કચેરી ખાતે 3 થી 4 શ્વાન રખડતા નજરે પડ્યા છે ત્યારે સેવાસદન ખાતે કામ અર્થે આવતા લાભાર્થીઓમાં શ્વાન કારડી જવાનો ભય સેવાઇ રહ્યો છે.

ડભોઇ તાલુકા સેવાસદન ખાતે રોજ બરોજ સંખ્યાબંધ લાભાર્થીઓ આવક દાખલા, રાસન કાર્ડ, રાજીસ્ટાર દરસ્તાવેજ સહિત અનેક કામગીરી માટે આવતા હોય છે ડભોઇ તાલુકાના 118 ગામ માંથી લાભાર્થીઓ નો ઘસારો રોજ હોય છે ત્યારે તાલુકા સેવાસદન ની કચેરીમાં ખુલ્લા રખડતા શ્વાન જોવા મળ્યા છે અત્રે ઉલ્લેખ નિય છે કે અહીં રાત્રી અને દિવાસ દરમ્યાન તમામ દરવાજાઓ ખાતે સિક્યુરિટી હોય છે પરંતુ રખડતા શ્વાન ને બહાર કાઢવા કોઈ કાર્યવાહી નથી કરતું નિરાંત બની આખી કચેરીમાં 3 થી 4 શ્વાન ફરતા રહે છે ત્યારે સેવાસદન ખાતે આવતા લાભાર્થીઓ ને આ શ્વાન કરડે તેવી સંભાવનાઓ જોવા મળી છે ત્યારે સિક્યુરિટી હોવા છતાં ફરતા રખડતા શ્વાન માટે કાર્યવાહી કેમ થતી નથી તે અંગે સવાલ ઉભા થયા છે તંત્ર દ્વાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here