સમગ્ર શિક્ષા, શહેરા દ્વારા ૪૫ દિવ્યાંગ બાળકોને રૂપિયા ૯૦૦૦૦ શૈક્ષણિક સહાય આપવામાં આવી…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સમગ્ર શિક્ષા, પંચમહાલ અને શહેરાના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો પૈકી જે બાળકોની દિવ્યાંગતાની ડિસેબિલિટી સરકારી ડૉક્ટરના સર્ટિફિકેટના આધારે ૫૦ ટકા કે તેના કરતાં વધુ છે, તેવા દિવ્યાંગ બાળકો પૈકી બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના સ્પેશિયલ એજ્યુકેટર અને આઈ.ડી.એસ.એસ.સ્ટાફ દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન કોવિડ – ૧૯ ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી તેની ઓળખ કર્યા પછી પ્રત્યેક બાળકને બે હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ સ્વરૂપે સહાય બાળક કે તેના વાલીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. બાળકોની શૈક્ષણિક જરૂરીયાત મુજબ ખર્ચ કરશે. અણિયાદ – ૧, બી.એ.બારીઆ – ૧, બોરીયા – ૯, દલવાડા – ૩, ધામણોદ – ૧, હોંસેલાવ – ૭, ખાંડીયા – ૧, ખોજલવાસા – ૨, મોર ઊંડારા – ૩, નાંદરવા – ૬, નરસાણા – ૨, નવા રેણા – ૧, નવી પાદરડી – ૧, નવી સુરેલી- ૧, નવી વાડી – ૩ અને પાલીખંડા – ૩ ક્લસ્ટરના કુલ ૪૫ બાળકોનો સમાવેશ થયેલ છે. જેમાં CP – ૪, HI – ૩, ID – ૧, LD – ૧, MD – ૧, MR – ૨૭, OH – ૫, TB – ૨ અને VI – ૧ ની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here