સમગ્ર શિક્ષા, શહેરા દ્વારા ‘વિશ્વ લુઈ બ્રેઈલ ડે’ ની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

માન.તાલુકા વિકાસ અધિકારી, શહેરા તુલસીભાઈ બી.ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં જુના બી.આર.સી.ભવન શહેરા ખાતે સમગ્ર શિક્ષા, શહેરા આયોજિત ‘વિશ્વ લુઈ બ્રેઈલ ડે’ ની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી. સાહેબે ફ્રાન્સના પેરિસમાં આવેલા નાનકડા ગામ કુર્પેમાં 4 જાન્યુઆરી1809 ના રોજ જન્મેલા લઈ બ્રેઈલના જીવન વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યું મુજબ આજનો દિવસ દિવ્યાંગ બાળકો માટે એક વિશિષ્ટ સિદ્ધિ, આત્મનિર્ભર અને પ્રેરણાદાયી બની રહેશે. તેમજ ચિત્ર સ્પર્ધા, રંગપુરણી અને બ્રેઈલ લીપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્લોક કક્ષાના રીસોર્સ રૂમ ખાતે માન.તાલુકા વિકાસ અધિકારી, શહેરા સાહેબના વરદ હસ્તે 15 લો-વિઝન દિવ્યાંગ બાળકોને મેગ્નિફાઈડ લેન્સ, બ્રેઈલ ચાર્ટ અને નોટ પેનની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સંચાલન સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ ઈન્દ્રસિંહ બીહોલા, મનીષ પટેલ, રમેશ પગી, રવિન્દ્ર મેઘા, હિરેન જોશી, જયશ્રીબેન પ્રજાપતિ તેમજ આઈ.ઈ.ડી.એસ.એસ. સ્ટાફ કનું રોહિત, ઈશ્વર સુથારીઆ, હસમુખભાઈ પરમાર, જ્યોતિકાબેન કડીયા વગેરે ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને લુઈ બ્રેઈલ દિવસનું મહત્વની સમજાવ્યુ હતું. તેમજ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આભાર વિધિ કનું રોહિત દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા 12:00 થી 01:00 કલાક સુધી Youtube ના માધ્યમથી live પ્રસારિત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની ઉજવણી દરમિયાન કોવિડ ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનને અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here