જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે અપાતા પારિતોષિક વર્ષ-૨૦૨૧ માટેની અરજીઓ મંગાવાઇ…

ગોધરા,(પંચમહાલ) ,ઈશહાક રાંટા :-

તા.21 જાન્યુઆરી, 2022 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે

વર્ષ-૨૦૨૧ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજયકક્ષાનાં દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ દિવ્યાંગ પારિતોષિક માટે અરજી કરી શકે છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા ખાતેથી વિના મૂલ્યે મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા મોડામાં મોડા તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે. અધુરી વિગત વાળી / નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી, ગોધરાનો ટેલિફોન નં. 02672-241405 અથવા રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here