શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી શ્રાવણીયો જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ.૧૦,૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામે કોતરની ધસ ઉપર કેટલાક ઈસમો ભેગા મળી ગોળકુંડાળુંવાળી પાનાપત્તાનો હારજીતનો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હોવાની બાતમી શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર એન.આર.ચૌધરીને મળતા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.એમ.મછાર સહિતના પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ચાર જેટલા ઈસમો જુગાર રમતા નજરે પડતા પોલીસે જુગાર રમતા ખાંડીયા ગામના પર્વતભાઈ સોમાભાઈ પરમાર, શૈલેષ અર્જુનભાઈ પરમાર અને વિજય ઉમેદસિંહ પરમાર જ્યારે મીરાપુર ગામના પ્રવિણ મંગળાભાઈ પટેલ આમ ચારેય ઈસમોને રૂપિયા ૧૦,૬૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની સાથે જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here