સંકલિત બાળ વિકાસ સેવા યોજના શહેરા ICDS શાખા, સમગ્ર શિક્ષા, શહેરા તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શહેરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી બી.આર.સી.ભવન ખાતે કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સંકલિત બાળ વિકાસ સેવા યોજના શહેરા ICDS શાખા, સમગ્ર શિક્ષા, શહેરા તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શહેરાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી બી.આર.સી.ભવન ખાતે માન.તાલુકા વિકાસ અધિકારી તુલસીભાઈ બી.ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં કરાઈ. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય, ઈશ્વરની સ્તુતિ સર્વ ધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું શાલ બુકે તેમજ શાબ્દિક સ્વાગત ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાની શક્તિ, સમાજમાં સ્થાન, તેમના ઉતકર્ષ માટે પ્રયત્નો, વધુમાં વધુ અને ઉત્તમ શિક્ષણ એક માત્ર શસ્ત્ર, આદર્શ મહિલાઓમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધી, મધર ટેરેસા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, પી.ટી.ઉષા, હિમા દાસ, સરિતા ગાયકવાડ, સ્વ.લતા મંગેશકર આ સિવાય અનેક ઉદાહરણો આપી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્રહ્માકુમારી રતનદીદી દ્વારા સ્ત્રીઓમાં ધાર્મિક ગુણોનો વધુ વિકાસ થાય તેવા ધાર્મિક પ્રસંગો વિશે સંસ્કાર, સંસ્કૃતિ તેમજ કેળવણીનું માર્ગદર્શન આપી મહિલા જાગૃતિ લાવવાનો આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ માન.તાલુકા વિકાસ અધિકારી શહેરા તુલસીભાઈ બી.ઠક્કર સાહેબે મહિલાઓને પોતાની શક્તિની ઓળખ કરી આગળ આવવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યમાં મહિલાની 50 % ભાગીદારી સાચા અર્થમાં બની ઉત્તમ સમાજના નિર્માણ, શહેરા તાલુકાની દીકરીઓ 100 % શિક્ષણ મેળવી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, મેજિસ્ટ્રેટ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, રજીસ્ટાર, ડૉકટર, પાયલોટ, એન્જિનિયર, શિક્ષક વગેરે જેવા ઊંચા સન્માન ધરાવતા ક્ષેત્રે જઈ પોતાના કુટુંબ, સમાજ, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કરે તેવી અપેક્ષા સાથે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. ICDS શાખાના કર્મચારી સૌએ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. સમગ્ર સંચાલન ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ બ્રહ્માકુમારી જયાદીદી દ્વારા કરવામાં આવી હતી.

ડૉ. કલ્પેશ આર.પરમારના જણાવ્યા અનુસાર શહેરા તાલુકાની 307 શાળાઓમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ચિત્ર, નિબંધ, વકૃતત્વ તેમજ રંગોળી જેવી સ્પર્ધાઓ યોજી મહિલા સશક્તિકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં સહકાર આપનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તેમજ સમગ્ર શિક્ષા, શહેરા સૌને અભિનંદન પાઠવી શ્રેષ્ઠ સમાજની રચના કરવાના ઉમદા હેતુને બિરદાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here