શહેરા : મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થેશ્વર ચિંતામણી અનુષ્ઠાનનુ આયોજન કરાયુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વર્ષે શ્રાવણની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી રહી છે.આ વર્ષે  1,25,000 હજાર શિવ પાર્થેશ્વર મહાદેવના શિવલિંગનુ અનૂષ્ઠાન કરવાનુ આયોજન કરવામા આવ્યુ છે.જેમા દરરોજ 4500  માટીના શિવલીંગ બનાવીને પુરા મહિના સૂધી પુજન અર્ચન કરવામા આવશે.વિશ્વશાંતિ અને લોકકલ્યાણ અર્થ તેમજ વિશ્વમાથી કોરોના મહામારી દૂર થાય અને વિશ્વમા શાંતિ નૂ વાતાવરણ સર્જાય તે હેતુથી સવા લાખ જેટલા શિવ પાર્થેશ્વર ચિંતામણી અનુષ્ઠાનનુ આયોજન આ શ્રાવણ માસમાં કરવામા આવ્યુ છે.દરરોજ 4500 જેટલા માટીના શિવલીંગ બનાવીને પુજન અર્ચન અનૂષ્ઠાન કરાવામાં આવશે.સાંજે આરતી પુજન કરીને માટીના શિવલીંગોને નદીમાં વિસર્જીત કરવામા આવશે.આ અનૂષ્ઠાનનો વિશેષ મહિમા છે.તેનાથી મનૂષ્ય જીવનનુ કલ્યાણ થાય છે.અનેક રોગોમાથી મૂક્તિ પણ મળે છે.” મરૂડેશ્વર મહાદેવ મંદિરે દર્શનાથે આવેલા ભક્તોએ શિવપાર્થેશ્વર શિવલીંગના દર્શન કરીને ધન્યતા અનૂભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here