જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા મોરવા હડફ તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની નિયુક્તિને જાહેર કરવામાં આવી

મોરવા(હ),(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતાં પાર્ટીના કાર્યકરો મોરવા હડફને જીતી લેશે: તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ

મોરવા હડફ તાલુકા “આપ” સંગઠનના તમામ હોદ્દેદારોને શુભેચ્છા : જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામે તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ જાહેર કરવા સંદર્ભે કાર્યકરોની બેઠક રાખવામાં આવી હતી.
કાર્યક્રમમાં બસ્સો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિપ પ્રાગટય કરીને કરવામાં આવી.
ઉપસ્થિત ઝોન અને જિલ્લાના પદાધિકારીઓનુ ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા તાલુકાના સંગઠનમાં વિવિધ સમિતિઓના હોદ્દેદારોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી.
તાલુકા પ્રમુખ રણજિતસિંહ સાહેબે સંગઠન લક્ષી ઘણી માહિતી આપી હતી અને પરિણામ માટે વિશ્વાસ કર્યો હતો.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા અને પદાધિકારી તરીકેનું વ્યક્તિત્વ બનાવવા જણાવ્યું હતું. તેમજ તાલુકા પ્રમુખ તરીકેની રણજીતસિંહ ચૌહાણની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે આ કામગીરી પ્રસન્નીય છે, પદ્ધતિસરનું છે અને પરિણામ લક્ષી પણ છે. સંગઠનની રચના એ પણ રણનીતિનો એક ભાગ છે અને રણનીતિને સફળ બનાવવી એ સંગઠનનું કામ છે. એમ કહી તમામ હોદ્દેદારોને પોતાની ઓળખ બનાવવા પહેલા દિવસથી જ કામ કરવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન નૈષધભાઇ બારીઆએ કર્યું હતું.
આજની બેઠકમાં ઝોન સહ સંગઠન મંત્રી રાજેશભાઈ ગાંધી, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા ઉપ પ્રમુખ નૈષધભાઇ બારીઆ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ આઇડી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા એસટી સમિતિ પ્રમુખ ભાણાભાઈ ડામોર, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા યુવા સમિતિના ઉપ પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા બક્ષીપંચ સમિતિના સહમંત્રી નિલેશભાઈ બારીઆ, જિલ્લા કારોબારી સભ્ય ભાવેશભાઈ બારીઆ, ગોધરા તાલુકા પ્રમુખ મનંતભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
તાલુકામાં મુખ્ય સંગઠન સમિતિ સહિત કિસાન, યુવા, મહિલા, વિદ્યાર્થી, શ્રમિક એમ તમામ સમિતિઓના પદાધિકારીઓની નિયુક્તિને જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા જાહેર કરવામાં આવી. આભારવિધિ નૈષધભાઇ બારીઆએ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here