શહેરા નગરમાં પશુ દવાખાના સામે હાઇવે રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રાહદારી તેમજ રહીશોના હાલ બેહાલ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પ્રજાએ જન પ્રતિનિધિ તરીકે ચુંટી ને મોકલ્યા પછી પ્રજાની આધી..વ્યાધિ..કે..ઉપાધિ ના ઉકેલ ટ્રસ્ટી તરીકે તેઓએ લાવવાના હોય છે..પણ પ્રજાનું કોઈ સાંભળે નહિ,સમજે નહિ, સ્વીકારે પણ નહિ..બસ શાસકો “ગાજર ની પીપુડી” જેમ પ્રજાનો ઉપયોગ કરે છે…વાગે ત્યાં સુધી વગાડવાની ને ન વાગે ત્યારે ચાવી જવાની…

શહેરા થી ગોધરા તરફ જતાં પશુ દવાખાના સામે હાઇવે પર રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરમા વરસાદ નો પાણી જતો નથી. અને તે પાણી હાઇવે રોડ પર ફરી વળે છે. આ સમસ્યા ચોમાસા પૂરતી નથી પરંતુ વર્ષો થી ગોધરા જતા હાઇવે રોડ પર આડા દિવસે પણ પાણી ફરી વળે છે. જેના કારણે ઘૂંટણસમા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ને રોડ પર અકસ્માતનો ભોગ બની જશે તેવું ડર સતાવી રહ્યો છે.વાહનોને નુકસાન પણ થઇ રહ્યું છે.શહેરા થી મુસાફરો ભરી ગોધરા તરફ જતા વાહનોના આ રોડ પર અકસ્માતનો ભોગ બની રહ્યા છે.શહેરા નગરમાં પશુ દવાખાના સામે જે ગટરો બનાવામાં આવી છે તેમાં પાણી નું કોઈ નિકાલ નથી. રહીશો દ્વારા વારંવાર અરજીઓ આપવામાં આવે છે પણ હજુ સુધી અરજીઓ ને ધ્યાને લેવામાં આવી નથી. પાણીના નિકાલ માટે જે રોડ ની સાઈડ મા ગટર બનાવવામાં આવી છે એમાં પાણી જતું નથી જયારે નગરપાલિકા અસ્તિત્વ મા આવી ત્યારે જેમતેમ ગટર બનાઈ ને જતા રહ્યા છે અને ગટર ની કોઈ સાફસફાઈ કરતા પણ નથી તેમ ત્યાંના રહીશો નું કહેવું છે. અને હજુ પણ વરસાદ નું પાણી ગટરમાં ના જતા રોડ ઉપર જ પાણી આવે છે આના લીધે રાહદારીઓ ને તકલીફ નો સામનો કરવો પડે છે અને ત્યાંના રહીશો ને રોગ ચાળો ફેલાય એનો પણ ભય સતાવી રહ્યો છે.આના માટે સભ્યો ને પણ વારંવાર કહેવામાં આવે છે. પણ કોઈ કામ થતું નથી. કોઈ મોટો અકસ્માત થાય પછી હાઇવે ઓથોરિટીના અધિકારી જાગે એ પહેલાં તંત્ર જાગે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here