શહેરા તાલૂકા કોંગ્રસ સમિતીના સભ્યોએ બળદગાડા પર બેસીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

શહેરા,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મેહુલ ભાઈ ભરવાડને પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજોના ભાવ નિયંત્રિત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમજ બળદગાડામાં બેસીને વિરોધ દર્શાવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના તેમજ અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવવધારાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભાવ વધારા નો આજે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો વાઘજીપુર ચોકડી ખાતે એકત્રિત થયા હતા મોંઘુ ગેસ મોંઘા તેલ બંધ કરો કૅલેન્ડર મોંઘુ મોઘું તેલ જુઓ આ ભાજપ ના ખેલ કઈ રીતના સૂત્રોચાર સાથે બળદગાડામાં બેસીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રમુખ એ. પી. પટેલ તખતસિંહ સોલંકી દુષ્યંતસિંહ ચૌહાણ વિરોધ પક્ષ ના નેતા જે. બી સોલંકી તથા અન્ય કાર્યકરો દ્વારા મામલતદાર મેહુલ ભરવાડ ને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્યના હાલના સંજોગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ તે રીતે વધતા જાય છે. જેના કારણે મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી શાસન ચલાવતી ભાજપ સરકાર પ્રજાને ઠાલા વચનો આપીને બેઠા છે.વધતા જતા ભાવઅંકુશમાં લેવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here