શહેરા તાલુકાની બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો પર્યાવરણ પ્રયોગશાળાનો વર્કશોપ કરવામાં આવ્યો…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

શહેરા તાલુકાની બોડીદ્રા ખુર્દ પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો પર્યાવરણ પ્રયોગશાળાનો વર્કશોપ કરવામાં આવ્યો.  આ વર્કશોપમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ પરમાર દ્વારા પર્યાવરણ પ્રયોગશાળાની સંકલ્પના અને તેના ઉદ્દેશો, સેન્દ્રીય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો, તેના લાભ અને ગેરલાભ, વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રેમી બનાવવા, ગ્લોબલ વોર્મિંગથી થતા નુકસાન બાબતે પર્યાવરણ દ્વારા ઉકેલ લાવવો, પ્રદૂષણની પરિસ્થિતિમાંથી બહાર આવવા પર્યાવરણ આપણને કેટલું ઉપયોગી છે ?, હાલના સંઘર્ષમય તેમજ હરીફાઈમાં ટકી રહેવા કૃષિ ક્ષેત્રે તેમજ પશુપાલન દ્વારા જીવનનિર્વાહ કરવો, અભ્યાસોતર પ્રવૃત્તિઓ તેમજ અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિ પર્યાવરણ દ્વારા સમજાવી, સ્વસ્થ જમીનની રચના, તમામ શાળાઓ અને ગામડાઓમાં વૃક્ષારોપણ, તમામ પર્યાવરણ પ્રયોગશાળામાં ઔષધીય બાગની રચના કરવી, જરૂરિયાત મુજબ માટીપુરાણ, બાગાયત કામ, શાકભાજીનો બગીચો કરવો, કમ્પોઝ ખાડા તૈયાર કરવા, વિવિધ વિસ્તારોની મુલાકાત લેવી, સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી અને પર્યાવરણ પ્રત્યે વિવિધ પ્રવૃત્તિઓનું વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું. આગામી દિવસોમાં તાલુકાની તમામ શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા વિકસાવીને વિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન અને MDM અંતર્ગત આપવામાં આવતા ભોજન માટે શાળામાં જ કિચન ગાર્ડન તૈયાર કરી તાજી શાકભાજી આપવી.આર્થિક ઉપાજન, વર્મી કંપોસ્ટ ખાતર, છોડને કલમ કરવી, નર્સરી, શાકભાજી, ઔષધીય છોડ, વૃક્ષારોપણ, વિવિધ ઔષધીય વેલાઓનો ઉછેર તથા ટેરેસ નર્સરી, પર્યાવરણનું જતન, ઓર્ગેનિક ખેતી, સરગવાના છોડનું વિશેષ મહત્વ તથા વિવિધ વિસ્તારોની મુલાકાત વગેરે મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું.ખાસ કરીને સરગવાની સિંગો વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ ઉપયોગ શાળા કક્ષાએ થાય તે માટે પણ એક સંકલ્પ લેવામાં આવ્યો છે. તમામ પર્યાવરણ પ્રેમી શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સિનિયર લેક્ચર ઉમેશભાઈ ચૌહાણ, સી.એન.બારીયા, નીતિન થોરાત, CRC ખોજલવાસા જયપાલસિંહ બારીઆ, CRC દલવાડા લલિતભાઈ બારોટ, પ્રયોગશાળાના શિક્ષક, આચાર્ય અને HTAT ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here