શહેરા તાલુકાના તરસંગ ગામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે જિલ્લા પુરવઠા અધિકારીએ મોકૂફ કર્યો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સંચાલક દ્વારા અનાજના જથ્થામાં ઘટ સહિતની કેટલીક ગેરરીતિઓ આચરવામાં આવતા પરવાનો મોકૂફ

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક દેવેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર દ્વારા દુકાનમાં કેટલીક ગેરરીતિઓ આચરવામાં આચરવામાં આવતી હોવાની આશંકાને લઈને શહેરા મામલતદારે તરસંગ ગામની દેવેન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોરની સસ્તા અનાજની દુકાનમાં અચાનક તપાસ હાથ ધરતા દુકાનના સંચાલક પોતે દુકાન પર હાજર ન હતા અને તેઓનો પુત્ર સ્થળ પર વિતરણ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ દુકાનમાં રહેલ જથ્થાની તપાસ કરતા ઘઉંમાં ૯૮૫ કિલોની ઘટ, મોરસમાં ૭૪ કિલોની ઘટ તેમજ ચોખામાં ૫૪૫ કિલોની ઘટ જણાઈ આવી હતી,ઉપરાંત દુકાનમાં વધુ તપાસ કરતા ભાવ અને જથ્થાનું બોર્ડ અદ્યતન નિભાવેલ ન હતું, કાર્ડ રજીસ્ટરમાં માસિક તારીજ કાઢવામાં આવતી ન હોય તેમજ માસિક પત્રકોની સ્થળપ્રત રાખવામાં આવેલ ન હોય અને હાજર જથ્થાના નમૂના રાખેલ ન હોવાની સાથે ફરિયાદ બુક તેમજ વિઝીટ બુક તપાસણી સમયે મળી આવી ન હતી, આમ તરસંગ ગામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ઘણી ખરી ક્ષતિઓ સામે આવતા શહેરા મામલતદારે આ અંગેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપતા જિલ્લા પુરવઠા અધિકારીએ તરસંગ ગામની સસ્તા અનાજની દુકાનો પરવાનો ૯૦ દિવસ દિવસ માટે મોકૂફ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here