પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૧૦ કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૦૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ સક્રિય દર્દીઓનો આંક ૮૭ થયો

કુલ કેસનો આંક ૨૮૬૬ થયો કોરોનાને પછડાટ આપી ૨૬૫૮ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં ગત રોજ કોવિડ-૧૯ સંક્રમણના ૧૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૮૬૬ થઈ છે. ૦૩ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૮૭ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૦૬ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૦૩ અને હાલોલમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૦૯૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૪ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૦૧, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૭૭૩ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૬૬૬ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૮૭ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here