કેટરિંગ એસોસિએશન તથા તેની સાથે સંકળાયેલા પરિવારની વેદના અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ મહિસાગર દાહોદ જિલ્લા કેટરિંગ એસોસિએશન દ્વારા ત્રણેય જિલ્લાના કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવેલું આવેદનપત્ર ની વિગતો મુજબ lockdown દરમિયાન કોઈ છૂટછાટ આપેલ નથી ત્યારબાદ અનલોક-૧ માં થોડી છૂટછાટ આપવામાં આવેલ જેમા સામાજિક પ્રસંગોમાં ફક્ત ૫૦ જેટલા વ્યક્તિઓને જ હાજર રાખી વિવિધ પ્રસંગો ઉજવવાની છૂટછાટ આપવામાં આવેલ છે કેટરિંગ અને તેની સાથે ફરાસખાનું, અનાજ કરિયાણું, શાકભાજી ,ડેરી ફાર્મ, માળીકામ, લાઇટિંગ ડેકોરેશન જેવા નાના-મોટા અસંખ્ય વ્યવસાયકારો અને અશિક્ષિત અને મધ્યમર્ગીય માણસોને ધંધો રોજગાર મળી રહે છે. હાલમાં લગ્નની સિઝન લગભગ પૂરી થઈ ગયેલ છે અને આ તમામ વ્યવસાયકારો ખૂબ જ આર્થિક સંકળામણનો અનુભવી રહ્યા છે ત્યારે મોટા પાર્ટી પ્લોટોમાં તથા મોટી જગ્યાઓમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા સ્થળોએ ૫૦ વ્યક્તિને બદલે ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિઓ હાજર રહી શકે તેવા પ્રકારની છૂટ આપવામાં આવે તો કેટરિંગ અને તેની સાથે સંલગ્ન નાના-મોટા વ્યવસાયકારો અને ગરીબ માણસોને રોજીરોટી મળી રહે તેમ છે તેથી આગામી સમયમાં આ પ્રકારની છૂટ ચોક્કસ શરતો સાથે,ચોક્કસ નિયમોનું પાલન કરવાની શરતે આપવામાં આવે તેવી માંગણી કેટરિંગ એસોસિએશન દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને ગોધરા ખાતે કરી આવેદનપત્ર પાઠવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here